હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધારાસભ્ય ચૈતર વસાવા લોકો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના વહીવટી સંકુલમાં ધરણા પર બેઠા
જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે તે લોકોને પોતાના ગામમાં જ હવે રિક્ષા ચલાવવા માટેની પણ પરમિશન આપવામાં આવતી નથી: ચૈતર વસાવા:નર્મદાના અસરગ્રસ્તો ગુજરાન ચલાવવા માટે પોતાના વિસ્તારમાં રીક્ષા ચલાવે તો પણ તેમને ડીટેઇન કરવામાં આવે છે: ચૈતર વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે મોટી સંખ્યામાં નર્મદાના અસરગ્રસ્ત લોકો સાથે મળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના વહીવટી સંકુલ ખાતે ધરણા પર બેઠા હતા.
ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત કરતા જણાવ્યું હતું કે, જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદરની તરફ આવે છે જેમ કે લીમડી, વાગડિયા, દેવડીયા જેવા સાત ગામો છે તે લોકોને પણ અંદર જવા માટે પરમિશન લેવી પડે છે. ઘણા લોકોએ પોતાની જમીનો ગુમાવી અને આજે તેઓ રીક્ષા ચલાવવા માટે મજબૂર છે પરંતુ તે લોકોને પોતાના વિસ્તારમાં જ રિક્ષા ચલાવવાની પરવાનગી આપવામાં આવતી નથી તેમની ડિટેન પણ કરવામાં આવે છે. તો રોજગારીના હેતુસર આ વિસ્તારના લોકોને અહીંયા રીક્ષા ફેરવવા દેવામાં આવે તે માંગ સાથે અમે ધરણા પર બેઠા છીએ.
ધરણા પર બેસવાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે અમે અહીંયા સીઓ ને મળવા માટે આવ્યા તે પહેલા તેઓ અહીંયાથી નીકળી ગયા અને અહીંયા જે ડેપ્યુટી કલેક્ટર હતા તેમણે પણ અમને જવાબ આપવાની તસ્દી લીધી નહીં. જેના કારણે અમારે અહીંયા ધરણા પર બેસવું પડ્યું છે. હાલ કલેકટરે જણાવ્યું છે કે એમને દસ દિવસનો સમય આપવામાં આવે. જો 10 દિવસમાં કોઈ નિર્ણય નથી આવતો અને આ રિક્ષાચાલકોને ન્યાય નથી મળતો, તો અમે મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો અને નર્મદાના અસરગ્રસ્તો સાથે રાખીને આ વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટા ધરણા પ્રદર્શન કરીશું









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
