<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

રામગઢ ગામની સીમમાંથી છૂટા બે પગ અને હાથ મળતા અનેક તર્ક વિતર્ક

માથા સહિતના બાકીના અંગો કોઈ જાનવર ખાઈ ગયાની આશંકા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા નજીક આવેલા રામગઢ ગામની સીમમાંથી એક યુવાન ના બે પગ અને હાથ જેવા અંગો મળી આવતા વાત વાયુવેગે ફેલાતા ત્યાં લોકટોળા આવી જતા લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ હતી

   રાજપીપળાથી રામગઢ ને જોડતા પુલના સામે પાર આવેલી રામગઢ ગામની સીમમાં રામગઢ માં રહેતા રાજેશ શનુભાઇ વસાવા(ઉ.વ.આશરે.૩૦ વર્ષ)નો અર્ધ મૃતદેહ મળી આવતા આ બાબતની જાણ પરિવારને થતા યુવાનના પિતા સહિતના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ત્યારે આ મુદ્દે યુવાન રાજેશ ના પિતા શનુંભાઈ એ જણાવ્યું કે મારો દીકરો લગભગ આઠેક વર્ષથી મગજ ખરાબ થતાં આમતેમ ફર્યા કરતો હતો, અમને લાકડા વીણવા વાળા થકી જાણ થઈ કે આવું બન્યું છે માટે હું અહી આવ્યો અને જોયું તો દીકરા માં બે પગ અને હાથ જોવા મળ્યા છે, બાકીનો ભાગ કોઈ ભૂંડ કે અન્ય જાનવર ખાઈ ગયું હસે એમ લાગે છે. આ બાબતની જાણ રાજપીપળા પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

(10:02 PM IST)