<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

અમદાવાદમાં સરકારી અધિકારીની ઓળખ આપીને લાખોની છેતરપિંડી કરનારો આરોપી ઝડપાયો

મોરબીના વાંકાનેરમાં રહેતા મેહુલ શાહે પોતે મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપી ઠગાઈ કરી

અમદાવાદમાં સરકારી અધિકારીની ઓળખ આપીને લાખોની છેતરપિંડી કરનારો આરોપી ફરિયાદને આધારે ઝડપાયો. મોરબીના વાંકાનેરમાં રહેતા મેહુલ શાહે પોતે મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપી ઠગાઈ કરી. આરોપીએ શાળામાં ક્લાર્કની નોકરી અપાવવાના નામે 3 લાખ રૂપિયા પડાવ્યા. છેતરપિંડી કરવા જિલ્લા શિક્ષણાધિકારીની સહી કરેલો બોગસ લેટર આપ્યો. આરોપી વાંકાનેરમાં 2 શાળાઓ ચલાવતો હોવાનું પણ સામે આવ્યું. સ્કૂલમાં કલર કામ કરાવી મજૂરીના 2.40 લાખ ન આપ્યા હોવાની આરોપી સામે ફરિયાદ છે.

(10:07 PM IST)