<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત ૧૦ પોલીસ સસ્પેન્ડ

વડોદરા: અહી તાજેતરમાં પોલીસની હાજરીમાં પૂર્વ કોર્પોરેટરના યુવાન પુત્ર તપન પરમારની અતિ ક્રૂર હત્યા પ્રકરણમાં પોલીસ કમિશનરનું આકરૂ પગલું.. પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત ૧૦ પોલીસને સસ્પેન્ડ કર્યા છે.

સેકન્ડ પી.આઈ. કે.એસ.માણીયા, પીએસઆઇ  કે.ડી.પરમાર  કારેલીબાગ, એ.એસ.આઇ. મનોજ સોમાભાઈ, એ.એસ.આઇ. પ્રવીણકુમાર સેતાજી, અનાર્મડ્ હેડ કોન્સ્ટેબલો જયદેવ રમેશભાઈ, જયદિપ જશવંતભાઈ, અર્જુન ઈશ્વરભાઈ, ગોવિંદ ખેમાભાઈ, લોકરક્ષક રાકેશ નટવરભાઈ અને ભરત રણછોડભાઈ સસ્પેન્ડ..

 

(11:05 PM IST)