<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

જરૂર પડશે તો કાયદાકીય લડત પણ આપશુ : પરીક્ષા રદ નહીં કરવાના નિર્ણયને યુવરાજસિંહે બાલિશ ગણાવ્યો

તપાસ કમિટીની રચના કર્યા વગર મનસ્વી રીતે નિર્ણય કરાયો હોવાનો યુવરાજસિંહે આરોપ લગાવ્યો

અમદાવાદમાં રવિવારના રોજ યોજાયેલી AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિના આરોપોને OSDએ ફગાવ્યા છે. તો પરીક્ષા રદ નહીં કરવાના નિર્ણય સામે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કાયદાકીય લડત લડવાની ચીમકી ઉચ્ચારી છે. તપાસ કમિટીની રચના કર્યા વગર મનસ્વી રીતે નિર્ણય કરાયો હોવાનો યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે.

યુવરાજસિંહે જણાવ્યુ કે સીધો સીધો નિર્ણય સંભળાવી દેવાના બદલે સૌપ્રથમ તો સમગ્ર ઘટના મામલે તપાસ કમિટી નિમવી જોઈએ. તપાસ કમિટી સંપૂર્ણ ઘટનાની તલસ્પર્શી તપાસ કરે, એક્ઝામ સ્થળના સીસીટીવી કલેક્ટ કરી તેને તપાસના જોઈએ. સીસીટીવી તપાસ્યા બાદ કોઈપણ નિર્ણય પર આવવુ જોઈએ. યુવરાજે એક્ઝામ કમિટી સામે આક્ષેપ કર્યો કે આ ઘટનામાં સીધો જ હઠાગ્રહપૂર્વક નિર્ણય લઈ લેવામાં આવ્યો છે અને તે વિદ્યાર્થીઓને અન્યાયકર્તા છે.

 

OMR શીટને બતાવતા યુવરાજસિંહે જણાવ્યુ કે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા છે તેમનો બેઠક ક્રમાંક અને તેમની આન્સરશીટનો ક્રમાંકમાં વિસંગતતા છે. દાખલા તરીકે જે વિદ્યાર્થીનો બેઠક ક્રમાંક 362 હોય તેને 362 નંબરની OMR શીટ મળવી જોઈએ. તેના બદલે તેને તદ્દન અલગ જ નંબરની OMR મળી છે. જેનો સીધો મતલબ એવો નીકળે કે તેની OMR અન્ય કોઈ સેન્ટર પરનો વિદ્યાર્થી ભરતો હશે.

(11:36 PM IST)