હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હમ્પીના વિઠ્ઠલ મંદિરમાં રહસ્યથી ભરેલા ૫૬ સંગીતમય સ્તંભ
તેનું નિર્માણ ૧૫મી સદી અને ૧૬મી શતાબ્દીની આસપાસ રાજા કૃષ્ણદેવરાયના શાસનકાળમાં થયું હતું

વિજયનગર: હમ્પીનું વિઠ્ઠલ મંદિર તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. જે ભગવાન વિષ્ણુના અવતાર વિઠ્ઠલ ને સમર્પિત છે. તે દુનિયાનું સૌથી ઉત્તમ અને પ્રસિદ્ધ યુનિસ્કો વિશ્વ ધરોહર સ્થળો પૈકીનું એક છે. તે અગાઉ વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી. આ સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત- સ્થાપત્ય સ્મારકોની સાથે અનેક ખંડરો તેની શાનદાર નકશી કામોને માટે જાણીતું છે. તેના ખંડેરોમાં આજે પણ અનેક અજાયબીઓ જોવા મળે છે. તેનું નિર્માણ ૧૫મી સદી અને ૧૬મી શતાબ્દીની આસપાસ રાજા કૃષ્ણદેવરાયના શાસનકાળમાં થયું હતું. પ્રત્યેક ઉત્તરાધિકારી રાજાએ એવી વિશેષતાઓ બનાવી, જે કોઈને કોઈ રૂપમાં પોતાની શૈલીમાં અનોખી છે. તેમાં ૧૫૫૪ માં નિર્મિત વિશાળ રંગ મંડપની સાથે સાથે ૫૬ સંગીતમય સ્તંભ અને તેની પાસે બનાવવામાં આવેલ શાનદાર પથ્થરનો રથ સામેલ છે. આ ૫૬ સ્થંભો માંથી એક “ સા-રે-ગા- માં “ સ્તંભના રૂપમાં પ્રસિદ્ધ છે. એવું માનવામાં આવે છે કે સ્તંભ સંગીતના તમામ સાત સ્વરોને ઉત્પન્ન કરે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
