<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશેઃ આ સપ્તાહમાં એકાદ બે ડીગ્રીની વધઘટ જોવા મળે

વાતાવરણ સુકુ રહેશે : ઉતર ભારતમાં હિમવર્ષા ચાલુઃ હવામાન ખાતું

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામવા લાગ્‍યો છે. દિવસેને દિવસે રાજયના તાપમાનમાં ઘટાડો નોંધાઇ રહયો છે. ઉતર ભારતમાં પણ હિમવર્ષા થવાની શરૂ થઇ ગઇ છે. જેની અસર ગુજરાત પર પણ દેખાવવા લાગી છે. ગુજરાતમાં ઉતર પૂર્વથી લઇને પૂર્વના પવનો ફુંકાઇ રહયા છે. ત્‍યારે હવામાન વિભાગે જણાવ્‍યું છે કે, રાજયમાં આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ સુラકૂ રહેવાની શકયતા છે. આગામી પાંચ દિવસ ગુજરાતના લધુતમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શકયાતા નથી.

હવામાન નિષ્‍ણાંતોની આગાહીમાં તેમણે જણાવ્‍યું છે કે, ઉતર ભારતના પહાડી પ્રદેશો પરથી વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ પસાર થઇ રહયું છે. જો કે તે નબળું છે છતાં ત્‍યાં બરફવર્ષા ચાલુ થઇ છે. જેથી આવનારા બે-ત્રણ દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે. દિવસે થોડીક ગરમી જોવા મળશે  એકથી બે ડિગ્રી તાપમાન ઘટે તેવી શકયતા છે. પવનની દિશા અને બરફવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થવાનો છે.

(10:00 AM IST)