<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

રાજ્યના 7 શહેરમાં તાપમાન 16 ડિગ્રીથી ઓછું: જાણો ક્યાં શહેરનું કેટલું રહયું લઘુતમ તાપમાન

કેટલાક શહેરોમાં 24 કલાકમાં લઘુતમ તાપમાનનો પારો ઊંચકાતા વધતી ઠંડી પર બ્રેક

અમદાવાદ : અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં 24 કલાકમાં લઘુતમ તાપમાનનો પારો ઊંચકાતા વધતી ઠંડી પર બ્રેક વાગ્યો હતો. ગાંધીનગરની વાત કરવામાં આવે તો માત્ર 24 કલાકમાં જ 5.1 ડિગ્રી અને અમદાવાદમાં 1.8 ડિગ્રી તાપમાન ઊંચકાયું હતું. બીજી તરફ ગઈકાલે રાજ્યનાં 7 શહેરમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.

ગુજરાતમાં અહીં સૌથી ઓછું તાપમાન નોંધાયું

ગાંધીનગર 11.8 ડિગ્રી તાપમાન.નલિયામાં 13.4 ડિગ્રી તાપમાન.કંડલા એરપોર્ટ પર 14.9 ડિગ્રી તાપમાન .રાજકોટમાં 14.8 ડિગ્રી તાપમાન.વડોદરામાં 15.2 ડિગ્રી તાપમાન .ડિસામાં 15.4 ડિગ્રી તાપમાન. પોરબંદર 16 ડિગ્રી તાપમાન.કેશોદમાં 16 ડિગ્રી તાપમાન.વલ્લભ વિદ્યાનગરમા 17.7 ડિગ્રી તાપમાન .સુરતમાં 21 ડિગ્રી તાપમાન.દમણમાં 20.2 ડિગ્રી તાપમાન.કંડલા પોર્ટમાં 18 ડિગ્રી તાપમાન. અમરેલીમાં 17 ડિગ્રી તાપમાન.ભાવનગરમાં 18.1 ડિગ્રી તાપમાન.દ્વારકામાં 20.5 ડિગ્રી તાપમાન .ઓખામાં 24.4 ડિગ્રી તાપમાન.વેરાવળમાં 20.8 ડિગ્રી તાપમાન,દિવમાં 17.6 ડિગ્રી તાપમાન. સુરેન્દ્રનગરમાં 18.2 ડિગ્રી તાપમાન,મહુવામાં 17.3 ડિગ્રી તાપમાન રહયું હતું

(11:02 AM IST)