<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

નર્મદા નિગમના ૯૬ ઇજનેરોની બદલી

રાજકોટના જતીન ગજેરા લીંબડીમાં: ગોંડલના તુષાર સરવૈયા થરાદમાં : મદદનિશ ઇજનેર અને અધિક મદદનિશ ઇજનેરોનો સમાવેશ

રાજકોટ તા. ર૬ :.. સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના મદદનિશ ઇજનેર અને અધિક મદદનિશ ઇજનેર (સિવીલ) કક્ષાના કુલ ૯૬ ઇજનેરોની બદલીના હુકમ કરવામાં આવ્‍યા છે. પ્રતિનિયુકિતવાળા ૪૮ ને પ્રતિનિયુકતથી નર્મદા નિગમના કાર્યક્ષેત્રમાં મૂકવામાં આવ્‍યા છે.

બદલીમાં ભાવનગરના યશકુમાર પટેલ, સુરેન્‍દ્રનગરના તેજસ પટેલ, લીંબડીના અલ્‍પેશ નશાતર, દેવાંગ સુતરિયા, અનલ દેસાઇ, મેહુલ ચૌધરી, ધીરજ નાઘેર, મોરબીના ભાવિકા પટેલ, લીંબડીના ઋષભ બાંભણળીયા, વિજય વસાવા, હળવદના જીમિત પટેલ, ગોંડલના તુષાર સરવૈયા, મહુવાના મિહિર વહિયા, રાજકોટના જતીન ગજેરા, જામખંભાળીયાના નિશા ચૌહાણ, ગઢડાના ચિંતન સુતરિયા, ભાવનગરના સાગર મકવાણા, ગોંડલના પી. એસ. લાઠિયા, સુરેન્‍દ્રનગરના પી. એન. પઢેરિયા, ધ્રોલના જે. આઇ. મકવાણા વગેરેનો સમાવેશ થાય છે.

(11:02 AM IST)