News of Tuesday, 26th November 2024
સામાજીક-શૈક્ષણીક ઉત્થાન માટે હંમેશા મારા મનમાં મનોમંથન : ડો.વિરમભાઇ
પોરબંદરની ૩૭ વર્ષની શૈક્ષણીક-સામાજીક વિકાસ યાત્રામાં યોગદાન આપનાર શિક્ષણપ્રેમી દાતાશ્રી ડો.વિરમભાઇ ગોઢાણીયાની વિડીયો કોલીંગ મુલાકાતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડો.રાજીબેન કડછા સાથે દિલ ખોલીને વાત : ભારત સરકારના માનવ સંશાસધન વિકાસ મંત્રાલય ન્યુ દિલ્હી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નિતિ-ર૦ર૦ પુસ્તકનું પ્રકાશન ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે ગુણવતા સુધારવા કવોલીટી એજયુકેશન પુસ્તક, મહેર સમાજની આજ ગઇકાલે અને આવતીકાલે પુસ્તક લખ્યાઃ શિક્ષણની ગુણવતા અંગે સચિત્ર શિક્ષણ યાત્રાનું ‘જ્ઞાનોત્સવ' પુસ્તક શાળા કોલેજો અને યુનિવર્સિટીઓએ આવકાર્ય : પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મહેર મહાસંમેલનમાં દેશ-વિદેશના સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા સર્વાનુમતે ઠરાવમાં સમાજ ઉત્કર્ષ અને શિક્ષણ ક્ષેત્રે જાગૃતી લાવવા ડો. વિરમભાઇ ગોઢાણીયાની પસંદગી કરાઇ હતી : પિતાની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હતી, આગળ ભણવાનો ઉપાય નહોતોઃ પિતાની ભલામણથી કેન્યાના કિસુમુ ખાતે લોહાણા બોર્ડીંગ (છાત્રાલય)માં મને પ્રવેશ મળ્યો જે મારા જીવનનો શિક્ષણ મેળવવાનું પ્રથમ પગથિયું હતું: ડો.વિરમભાઇ : અહેવાલઃ પરેશ પારેખ (પોરબંદર) ઇન્ટરવ્યુનું સંકલનઃ કેળવણીકાર ડો.ઇશ્વરલાલ ભરડા (પોરબંદર) : ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ઉડાન કાર્યક્રમ હેઠળ ડો. વિરમભાઇ ગોઢાણીયાની ઓનલાઇન ઝુમ વિડીયો કોલ મુલાકાત દેશ-વિદેશની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓએ નિહાળી : માત્ર ડીગ્રી લક્ષી શિક્ષણને બદલે ગુણવતા સભર શિક્ષણને પ્રાધાન્ય આપનાર ડો. વિરમભાઇને અત્યાર સુધીમાં ગુજરાત સરકાર દ્વારા કર્મયોગી એવોર્ડ પ્રેસ એસોસીએશન દ્વારા મેઇન ઓફ ધ ઇયર એવોર્ડ-ર૦૦પ, પૂ. રમેશભાઇ ઓઝા દ્વારા રાજશ્રી એવોર્ડ તેમજ ધર્મરત્ન એવોર્ડ એનાયત થયા છે

ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ પોરબંદર રચિત ઓફીસગ્રુપ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સમિતિના ઉપક્રમે સફળ ઉડાન કાર્યક્રમ અંતગર્ત શિક્ષણપ્રેમી ડો. વિરમભાઇ રાજાભાઈ ગોઢાણીયાની રાજકોટ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના પ્રોફેસર ડો. રાજીબેન કડછાએ ઓનલાઈન ઝૂમ વિડીઓ કોલિંગ દ્વારા લીધી મુલાકાત જેને દેશ વિદેશની શાળાઓ કોલેજોએ નિહાળી. ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ આ સફળ ઉડાન કાર્યક્રમના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠીશ્રી બચુભાઈ આંત્રોલીયા એ સ્વાગત પ્રવચન કર્યું. સંચાલન શ્રેષ્ઠી મેહુલભાઈ થાનકી એ કર્યું. જયારે આભાર દર્શન સૌ.યુનિ. ના પ્રોફેસર શ્રી લીલાભાઈ કડછાએ કર્યું. ઓનલાઈન ઝૂમ વીડિઓ કોલિંગ દ્વારા વિરમભાઈની મુલાકાત લીધી યુવાપેઢીને શૈક્ષણિક સામાજિક ક્ષેત્રે પ્રેરણા મળે તેવા હેતુસર તેનું સંકલન પોરબંદરની ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકર ડો. ઈશ્વરભાઈ ભરડાએ કર્યું તે અત્રે પ્રસ્તુત છે.
પ્રશ્રઃ- ૦૧ ડો. વિરમભાઇ આપનું બાળપણ અને આપના શિક્ષણ અભ્યાસ વિષે કહેશો ?
ઉતર - મારો જન્મ પોરબંદરના નાના એવા ખોબા જેવડા ગામ ખાંભોદરમાં તા. ૦૬-૦૩-૧૯૪૧ ના રોજ થયો હતો. અમો કુટુંબમાં ચાર ભાઈઓ સાથે નાની એવી ખેતી જમીન હતી. જેમાં આટલા પરિવારનું જીવન ચલાવવું મુશ્કેલરૂપ હતું. બાળપણ અંગે મારાં માતળશ્રી તરફથી જાણ થતી કે અમો કોઈ ભણવા બેઠા નહોતા. જીવન ખૂબજ સંઘર્ષ ભર્યું હતું. આ કપરા સમયગાળામાં પરિવારના ગુજરાન માટે મારા પિતાશ્રીના બહેન મારા ફઈબા આફ્રિકામાં સ્થિર થયેલાં હતાં તેઓના સહકારથી અમારા પરિવારનું આફ્રિકા સ્થળાંતર થયું.
મારા પિતાશ્રી નિરક્ષર હતા આથી આફ્રિકામાં કામ મળવું મુશ્કેલરૂપ હતું તેના માટે અક્ષરજ્ઞાન હોવું જરૂરી હતું આથી મારા પિતાશ્રીના બહેન એટલેકે મારા ફઈબા શિક્ષિત હતાં તેઓએ મારા પિતાશ્રીને થોડું વાંચવા લખવાનું અક્ષરજ્ઞાન આપ્યું ત્યારબાદ પિતાશ્રી ને સુગર ફેકટરીના પ્લાન્ટેશનમાં (ખેતરમાં) મજુરો પર સુપર વાઈઝર તરીકે નોકરી મળી. મારું ખાંભોદર થી સ્થળાંતર બાદ મારું પ્રાથમિક શિક્ષણ ધોરણ - ૭ સુધીનું કેન્યાના મિવાનીમાં મેળવ્યું બાદ આગળના અભ્યાસમાં શહેરમાં જવાનું થયું.
મારા પિતાશ્રીની આર્થિક પરિસ્થિતિ ખૂબજ નબળી હતી. કોઈ આગળ ભણવાનો ઉપાય નહોતો, મારા પિતાશ્રીને એક સજ્જન વ્યક્તિએ ભલામણ કરી કે તમે લુહાણા સમાજના શ્રેષ્ઠીને મળો તો કઈંક રસ્તો નીકળે લુહાણા છાત્રાલયમાં લુહાણા સિવાયને પ્રવેશ મળી શકે નહિ તેવો નિયમ હતો.
મારા પિતાશ્રીની ભલામણ દ્વારા શેઠશ્રીના સૂચન થકી કેન્યાના કિસુમુ ખાતે શ્રી લોહાણા બોર્ડીગ (છાત્રાલય) માં મને પ્રવેશ મળ્યો. અહી મારા જીવનનો શિક્ષણ મેળવવાનું પ્રથમ પગથિયું હતું. અને મારી પ્રગતિનો અહીંથી પ્રારંભ થયો કારણકે આ લુહાણા છાત્રાલયના અમારા ગળહપતિ શ્રી ચંદુભાઈ જોશી હતા. તેઓ બહુજ શિસ્તના આગ્રહી હતા. અને શિક્ષણ અંગે મને ખૂબજ પ્રોત્સાહન પૂરું પાડતા મેં કેબ્રિજ શિક્ષણ બોર્ડમાં ધોરણ ૧૨ સારા માર્ક્સ સાથે પાસ કર્યું.
આગળ ઉચ્ચશિક્ષણ મેળવવા માટે મારા પિતાશ્રીએ પોતાની આર્થિક સ્થિતિની મજબૂરી ને કારણે કહ્યું કે, મારા ટૂંકા પગારમાં હું વિરમ તને આગળનો અભ્યાસ કરવા માટે રૂપિયા આપી શકું તેમ નથી. કારણ કે, કુટુંબમાં ચાર સભ્યો અને મારો ટૂંકો પગાર છે. અને પિતાશ્રીનો આગ્રહ હતો કે પરિવારના ગુજરાન માટે નોકરીમાં લાગી જવું. તે દરમિયાનમાં એક અમારી જ્ઞાતિના સમાજશ્રેષ્ઠી શ્રી સવદાસભાઈ ખિસ્તરીયાએ પિતાશ્રીને આગ્રહ કર્યો કે અને આશ્વાસન આપ્યું કે, જરૂરત પડતાં તે પોતે સહકાર આપશે મારા જીવનનો આ પ્રસંગ યાદગાર રહ્યો કે મારે દેશમાં (ભારત) ભણવા જવાનું થયું.
હું એક માત્ર અમારી જ્ઞાતિમાંથી પ્રથમ વિદ્યાર્થી તરીકે સને ૧૯૬૦ માં અમદાવાદની પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રિ. સાયન્સ (ઇન્ટર) માં પ્રવેશ મેળવ્યો.
મારી સાથે બીજા ચાર આફ્રિકાથી વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમમાં જોડાયા હતા. આ ભણતરનો પ્રથમ તબક્કો મારા જીવનનો ટર્નિગ પોઈન્ટ હતો. અને તે યાદગાર રૂપ રહ્યો કારણકે હું એક કોલેજના નવા જ વાતાવરણમાં આવ્યો હતો. જ્યાં મોટે ભાગે સાધન સંપન્ન લોકોના પુત્રો અભ્યાસ કરતા હતા. આ લોકોના સંપર્કમાં આવ્યો તેઓની રહેણી કરણી જોઇને મને ખુબજ આヘુર્ય થયું ! અને જાણવા પણ મળ્યું સને ૧૯૬૦ માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રથમ વર્ષ ઇન્ટર સાયન્સ કર્યું. સને ૧૯૬૧ માં પ્રિ. મેડીકલ કમ્પીટેટીવ પરીક્ષા આપી મારી સાથે જુદા જુદા રાજ્યો અને વિદેશના વિદ્યાર્થીઓ હતા. પ્રિ. મેડીકલ પ્રવેશ પરીક્ષામાં ભારતના રાજ્યો અને વિદેશ માટે પંદર સીટો અનામત હતી અને આ પરીક્ષામાં મને સફળતા મળતા આનંદ થયો અને મારા માટે મેડીકલના પ્રવેશ અને આગળ અભ્યાસના દ્વાર ખુલ્યા.
મેડીકલના આ બંને વર્ષમાં હમેશા નાણાકીય સ્થિતિ અનિયમિત હોવા છતાં મારા મિત્રો ખૂબજ હતા એમના બે મિત્રો સાધન સંપન્ન હતા તેમણે મને છ વર્ષ માટે નાણાકીય સહકાર આપ્યો જેથી હું એમ.બી.બી.એસ. નો અભ્યાસ પૂરો કરી શકયો.
મારા સંઘર્ષમાં ઉમેરો થયો જયારે સેકન્ડ એમ.બી.બી.એસ. પૂરું કર્યું ત્યારે મારા માતા પિતાશ્રી વિદેશ થી અહીં ભારત આવ્યા અને તેમણે મારા નાણાકીય ભીડની વાત કરી. ત્યારે મારા માતળશ્રી એ સંભાળતા તેમણે મારા પિતાશ્રીને તુરંતજ કહ્યું કે, લગ્ન વખતે મને આપેલ સોનાનો હાર લોકરમાં છે તે તમો વેચી નાખો અને તેના દ્વારા મારા ત્રણ વર્ષ પૂરા કરી મારું એમ.બી.બી.એસ. નો તબીબી અભ્યાસ પૂરો કર્યો.
પ્રશ્ર- ૦૨ પોરબંદર પંથકમાં આપનું આગમન અને તત્કાલીન સમાજ દર્શન કેવું હતું ?
ઉતર- મેં એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂરો કર્યા બાદ મારા માં બાપ તરફથી લગ્ન કરવાનું કહેણ આવ્યું તે દરમિયાન અમારી જ્ઞાતિમાં ગ્રેજ્યુએટ એક પણ દીકરી ન હોવાના કારણે લગ્નનો વિચાર નહોતો કર્યો. તે દરમિયાન મને મારા મોટાબાપુ જે અમારા સમાજના શ્રેષ્ઠી પૂર્વ રાજ્યના નાણામંત્રી શ્રી માલદેવજીભાઈ ઓડેદરાની દીકરી અંગે ભલામણ કરી અને મારા ૧૯૭૦ માં લગ્ન થયા. અને મારો શ્રેષ્ઠીશ્રી ભરતભાઈ ઓડેદરા સાથે પરિચય થયો અને સમાજ ઉત્કર્ષની વાતો હમેશા ભરતભાઈ ઓડેદરા કરતા હતા.
હું મારા અભ્યાસ દરમિયાન રજાઓમાં અવાર નવાર પોરબંદર પંથક તથા વલ્લભ વિદ્યાનગરના આણંદના ચરોતર પંથકના ગામડાઓ જોઇને વિચાર કરતો કે, આપના ગામડાઓની સામાજિક પછાતપણની સ્થિતિ રીતરીવાજો અને ચરોતર ( આણંદના આજુ બાજુનો વિસ્તાર) વિસ્તારની સામાજિક સ્થિતિ ત્યારે બંને વિસ્તારોની પ્રગતિ અને શિક્ષણના વિકાસના સંદર્ભેમાં આપનો વિસ્તાર શિક્ષણ અને સમાજમાં ખૂબજ પછાત હતો આ સમાજના ઉત્થાન માટે હંમેશા મારામાં મનોમંથન હતું.
હંમેશા યાદ રાખતો કે પોરબંદરના ગ્રામ્ય પંથકના પરિવારોની સ્થિતિ અને મર્યાદિત ખેતીવાડીમાં કુટુંબ જીવન જીવે છે. આ પ્ર‘ હંમેશા મારા મનોમંથનનો રહ્યો. મારો એમ.બી.બી.એસ.નો તબીબી અભ્યાસ પૂરો કરીને આફ્રિકા ખાતે ડોક્ટરની તાલીમ લઈને હું મારા તબીબી વ્યવસાયમાં જોડાયો.
મારા તબીબી વ્યવસાયમાં પ્રભુની કળપાથી ખુબજ મને સફળતા મળી અને મારા જીવનમાં બીજો ટર્નિગ પોઈન્ટ આવ્યો. લગ્નબાદ હું અવાર નવાર પોરબંદર મારી પત્નીના પરિવારમાં દર વર્ષે આવતો અને તે દરમિયાન સમાજના અગ્રણીઓ અને આગેવાનોની સાથે મુલાકાત થતી અને પોરબંદર પંથકના ગામડે ગામડે જવાનું થતું આ સમય ગાળામાં પોરબંદરના અમારા સંત શિરોમણી પૂજય માલદેબાપુ અમારી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે સમાજ ભવન બનાવવા ભગીરથ પ્રયાસ કરતા હતા.
મને અહીંના આગેવાનોએ સામાજિક અને શૈક્ષણિક આર્થિકપછાત સમાજના ઉત્કર્ષ માટે મને પ્રોત્સાહિત કરતા હતા. અને મને બીજી સમાજ સેવાની પ્રેરણા પૂજ્ય સંત શિરોમણી માલદેવજી બાપુ જયારે પોરબંદરના ઝુંડાળાના વિદ્યાર્થી ભવન માટે આફ્રિકા ફાળો કરવા આવ્યા ત્યારે તેમાંથી મને સમાજ સેવા કરવાની પ્રેરણા મળી.
હું જયારે ભણીને આફ્રિકા પરત આવ્યો ત્યારે જે ઘટના બની તે માહિતી મને મુરબ્બી શ્રી રણમલ બાપાએ આપી. રણમલબાપા અને શ્રી માલદેવજીબાપુ વચ્ચેના પત્રવ્યવહાર વાંચી હું લાગણીશીલ બન્યો અને સમાજસેવાની ભાવના મારી બળવતર બની. અને સમાજ માટે કાંઇક કરી છૂટવું જોઈએ પછી આફ્રિકાના આગેવાનોને સાથે રાખીને મેં કેન્યા મહેર સમાજની સ્થાપના કરી અને ત્યાં મહેર સમાજનું ભવન હતું તે ઉતારા તરીકે (અતિથિ ભવન) ઉપયોગ થતો હતો. પૂજય સંત શિરોમણી પૂજય માલદેવબાપુ જે ભવન માટે આફ્રિકા ફાળો લેવા ગયા હતા તે ફાળામાંથી થોડા રૂપિયા ત્યાંના સ્થાનિક ઉતારા ભવન માટે અનિચ્છાએ આપ્યા હતા.
મોમ્બાસામાં આવેલું આ ઉતારા ભવનનો કબજો અન્ય લોકોએ કરી લીધો હતો અને આ ઉતારા ભવનના કોઈ દસ્તાવેજો પણ ન હોતા અને આ ઉતારા ભવન સાવ જર્જરિત હાલતમાં હતું. પછી મેં ત્યાના અગ્રણીઓના સહકારથી ઉતારા ભવનને કાયદેસર કરી ટ્રસ્ટની રચના કરીને આ ઉતારા ભવનને વેંચી નાખ્યું તેની જે રકમ મળી તે ત્રણ ટ્રસ્ટીશ્રીઓના નામે સ્થાનિક બેન્કમાં જમા કરાવી બાદ આફ્રિકાના કેન્યા મહેર સમાજ દ્વારા પોરબંદરના એરપોર્ટ સામે આવેલ વિદ્યાર્થી ભવનના બાંધકામ માટે આપવામાં આવી.
પ્રશ્ર- ૦૩ શિક્ષણ અને સમાજ સેવાનો ઉદય પોરબંદરમાં કેવી રીતે થયો ?
ઉતર - ભારતમાં તેમાય ખાસ કરીને પોરબંદર અવાર નવાર આવતો હતો. અને પોરબંદર પંથકના ગામડાઓની મુલાકાત સમાજના અગ્રણીઓને સાથે રાખીને લેતો હતો. ગામડાના લોકોનું જીવન ધોરણ જોઇને હું મનોમંથન કરતો.
આ ગામડાની મુલાકાત વેળાએ સમાજશ્રેષ્ઠી શ્રી ભરતભાઈ ઓડેદરા પણ જોડાતા એક વખત અડવાણાની ખાનગી માધ્યમિક શાળાના ખાતમુહુર્ત કરવા માટે વિદેશથી આવ્યો હતો. તે દરમિયાન મને સમાજશ્રેષ્ઠી શ્રી ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરાએ પોરબંદર ઝુંડાળા જ્ઞાતિ ભવન જોવા માટે લઈ ગયા આ અગાઉ હું સને ૧૯૬૮-૬૯ માં વડોદરા ભણતો હતો ત્યારે આ જ્ઞાતિ ભવનમાં જ્ઞાતિની મિટિંગમાં નિમંત્રણ મળતા હાજરી આપેલ હતી તે સમયે મારી પોકેટમની માંથી આ જ્ઞાતિ ભવનને એક ઘડીયાર ભેટ આપી હતી હાલ હયાત છે. ત્યારે ગળહપતિ શ્રી મેરામણભાઈ મોઢવાડિયા હતા તત્કાલીન સમયે આપેલી આ ભેટ આ જ્ઞાતિ ભવન જોઇને સ્મળતિ તાજી થઇ.
સમાજશ્રેષ્ઠી શ્રી ભરતભાઈ ઓડેદરાના સૂચનથી આ જ્ઞાતિ ભવનની સ્થિતિ જોઇને મેં આ જ્ઞાતિભવનની સ્થિતિ જોઇને મેં આ જ્ઞાતિ ભવનને પાંચલાખ પચાસ હજાર અનુદાન આપ્યું. અને અડવાણાની માધ્યમિક શાળામાં તાત્કાલિક સમયમાં આઠ લાખ આપી મારી માતળભૂમિનું ઋણ ચુકવવા સમાજસેવા કરવાની શરૂઆતના બીજ રોપાયા આ રીતે સમાજશ્રેષ્ઠી શ્રી ભરતભાઈ ઓડેદરાના સહકારથી સમાજમાં દાન આપવાની ભાવના પ્રેરિત થઈ. ત્યાર બાદ જુનાગઢના ભવનાથ તથા જામનગરના સમાજ ઉતારા ભવનમાં પણ મારો આર્થિક સહયોગ રહ્યો.
વિદેશથી દેશમાં વર્ષમાં એક બે વખત મારો પ્રવાસ સતત રહેતો સને ૧૯૭૨ માં પોરબંદરના એરોડ્રામ સામે આવેલી વિદ્યાર્થી બોર્ડીંગની છ હજાર ચોરસવારની જમીન પર હું દેશમાં આવ્યો ત્યારે શ્રી ભરતભાઈ ઓડેદરા તથા સમાજ શ્રેષ્ઠીના સૂચન થકી આ જમીન પર વિદ્યાર્થી બોર્ડીંગ બાંધકામનું આયોજન કરવામાં આવ્યું. સને ૧૯૮૭ ના રોજ મારા હસ્તે આ જમીન પર વિદ્યાર્થી ભવન બાંધવા માટે મારા હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવેલ..
પૂજ્ય સંત શિરોમણી પૂજય માલદેબાપુ મોમ્બાસા ખાતે મકાન મૂકી ગયા હતા. તે અને કેન્યા મહેર સમાજના અગ્રણીઓ દ્વારા અનુદાન આપીને વિદ્યાર્થી ભવનનું બાંધકામ શરુ કરવામાં આવ્યું આ વિદ્યાર્થી ભવન કેન્યા મહેર સમાજ નિર્મિત વિદ્યાર્થી ભવન એવું સંસ્થાનું નામકરણ કરવામાં આવ્યું.
અડવાણાની માધ્યમિક શાળાનો પ્રારંભ થયા બાદ અવાર નવાર ભારત આવવાનું થતું છેવાડાના ગામડાઓમાં જ્યાં માધ્યમિક શાળાઓ નહોતી ત્યાં ખાનગી માધ્યમિક શાળા ચાલુ કરવાનો નિર્ણય કર્યો આ ખાનગી શાળાઓનો પ્રારંભ કરવાનો મારો મૂળ ઉદેશ એ હતો કે પોરબંદર પંથકના ગામડાઓમાં શિક્ષણની ગુણવતા સ્તર ઊંચું આવે.
આ ખાનગી માધ્યમિક શાળાઓ ગામડાઓમાં મોડેલ શાળાઓ તરીકે પ્રારંભ કર્યો તે ગામો પૈકી અડવાણા, પારાવાળા, સીમર, ફટાણા, ખાંભોદર અને બીજી શાળાઓમાં મારો આર્થિક સહયોગ રહ્યો તેવી મોડેલ શાળાઓમાં રાતીયા, ગરેજ, અમરાપુર, ધંધુસરનો સમાવેશ થાય છે.
સને ૧૯૬૯ થી ૧૯૮૦ દરમિયાન આ શાળાઓમાં અનુદાન દ્વારા મારો આર્થિક ઉમદા સહયોગ રહ્યો આજે મને એ વાતનું ગૌરવ છે કે, આ ગામડાઓમાં શરુ કરાયેલી શાળાઓ હવે સ્વતંત્ર રીતે સારી રીતે ચાલે છે. તત્કાલીન સમય કરતા હવે શિક્ષણનું સ્તર પણ ઊંચું આવતું જાય છે. જેમ જેમ ભારતમાં આવતો ગયો તેમ તેમ મને શિક્ષણ પ્રત્યે ખૂબ રસરુચિ જાગળત બની મારી શિક્ષણ સમાજ પ્રત્યેની ઉમદા ભાવના પ્રગટી.
પોરબંદરના પોર્ટ વિભાગમાં સમાજ શ્રેષ્ઠીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા એન્જીનીયર તરીકે સરકારી નોકરી કરતા હતા. ત્યારે તેમણે મને ચા પાણી પીવાનું નિમંત્રણ આપ્યું અને મારા અને સમાજ અગ્રણી શ્રી જેઠાભાઈ વિસાણા સાથે કન્યા કેળવણી મુદે વિચારોની આપ લે થઈ અને અમો બંનેએ આર્થિક સહયોગ આપવાની પ્રતિબધ્તા દર્શાવી. કન્યા કેળવણીના આ વિચારને અને શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના સંકલ્પને સાકાર કરવા અમારા બંનેના આર્થિક સહયોગ થકી મહલા કોલેજ (ઉચ્ચ શિક્ષણ માટે) નો પ્રારંભ થયો.
સને ૧૯૮૬માં પોરબંદરના એસ.ટી.રોડ હાલ જિલ્લા પંચાયત કચેરીની સામે આવેલ બાલમંદિરની જગ્યામાં એક નાના ભાડાના મકાનમાં શ્રી ઓડેદરા મહિલા કોલેજનો પ્રારંભ થયો. પોરબંદર પંથકની ગામડાઓની ૨૫૦ દીકરીઓ સાથે આ
મહિલા કોલેજ શરુ થઈ.
કન્યા કેળવણી ક્ષેત્રે ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો તત્કાલીન સમયમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સલગ્ન આ ઓડેદરા મહિલા કોલેજ શિક્ષણક્ષેત્રે એક અલગ આગવી ઓળખ પ્રસ્થાપિત કરી અને દિકરીઓની સંખ્યા ૩૮૦ થતાં અન્ય બિલ્ડીંગની સુવિધા ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું.
આ નવા શૈક્ષણિક સંકુલ માટેની જરૂરિયાત ઉભી થઈ આ દરમિયાન સમાજ શ્રેષ્ઠીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રયત્ન દ્વારા સરકારી ગ્રાન્ટેડ મહિલા કોલેજની માન્યતા થતાં કમ્પ્યૂટર અભ્યાસક્રમોની માન્યતા તેઓના પ્રયાસોથી મળી.
શિક્ષણક્ષેત્રે વિકાસ કરવા માટે આર્થિક ભંડોળની જરૂરિયાત ઊભી થઈ તે માટે સમાજ અગ્રણીશ્રી ભરતભાઈ ઓડેદરાના પ્રમુખ સ્થાને એક કમિટીની રચના કરવામાં આવી હતી અને પોરબંદરના સાંદિપની વિદ્યાનિકેતનના ણેતા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત જ્ઞાનપરી સપ્તાહનું આયોજન કરવામાં આવેલ મારા યજમાન પદે યોજાયેલી આ શ્રીમદ ભાગવત કથા દ્વારા નવા શૈક્ષણિક સંકુલ માટે સારો પ્રતિસાદ મળતા પોરબંદરની નગર પાલિકા તરફથી જમીનનું અનુદાન મળતા આ શૈક્ષણિક સંકુલ સંસ્થાનો વિચાર ફળીભૂત બન્યો.
તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ચીમનભાઈ પટેલના હસ્તે અને વિશિષ્ટ મહાનુભાવો રાજ્યના મંત્રીશ્રીઓ જ્ઞાતિશ્રેષ્ઠીઓ અર્જુનભાઈ મોઢવાડિયા, ભરતભાઈ ઓડેદરા અને લખમણભાઈ આગઠની ઉપસ્થિતિમાં ભવ્ય ખાત મુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો. નગરજનોનો સહયોગ અને બાકીના અનુદાન આપવાનું જાહેર કર્યું. શૈક્ષણિક સંકુલના તમામ બાંધકામ માટે મુખ્ય અનુદાન આપવાની બાંહેધરી આપી અને બાંધકામ ચાલુ કરવામાં આવેલ ત્યારેબાદ ટ્રસ્ટીશ્રીઓની મીટીંગમાં ઠરાવ કરી ડો. વિ. આર. ગોઢાણીયા મહિલા કોલેજનું નામકારણ થયું.
૩૭ વર્ષના લાંબા સમયગાળા દરમિયાન ગોઢાણીયા શૈક્ષણિક સંકુલમાં દીકરીઓના છાત્રાલયોની સુવિધા સાથે આજે કે.જી. થી પી.જી. સુધીના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. ન્યુ દિલ્હી નેક દ્વારા A ગ્રેડ મળતા જુનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આ A ગ્રેડ મેળવનાર એક માત્ર પોરબંદરનું ગોઢાણીયા શૈક્ષણિક સંકુલને ફાળે જાય છે. આ સંકુલમાં આધુનિક ટેકનોલોજી સાથેના નવા નવા સ્કીલબેઈઝ અભ્યાસક્રમોનો ઉમેરો થતો રહ્યો છે. આજે આ સંકુલ એક વટવ્રુક્ષ બનીને સૌરાષ્ટ્રની અગ્રિમ સંસ્થા તરીકે ઊભરી રહી છે. ગોઢાણીયા યુનીવર્સીટીનો દરજ્જો ધરાવતું આ સંકુલ બન્યું છે. સમાજમાં કન્યાકેળવણી ક્ષેત્રે ન ધાર્યા હોય તેવો વિકાસ નેત્ર દીપક થયો છે. આ સંસ્થામાં દીકરીઓ ભણી ગણીને આજે દેશ પરદેશમાં સારા ઉચ્ચ હોદાઓ શોભાવી રહી છે. જેનું અમારે મન મોટું ગૌરવ છે.
બાદ સને ૧૯૯૦ માં સમાજની એકતા સંગઠન અને શિક્ષણ પ્રત્યેની ઉમદા ભાવના થકી સમાજ શ્રેષ્ઠી શ્રી ભરતભાઈ ઓડેદરાના પ્રમુખ સ્થાને એક સમિતિની રચના કરવામાં આવી અને પોરબંદર ખાતે એક ૧૯-૪-૧૯૯૯ ના રોજ ઇન્ટરનેશનલ મહેર સમાજનું મહાસંમેલન મળ્યું.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મળેલા આ આંતરાષ્ટ્રીય મહેર મહાસંમેલનમાં વીસ હાજરથી વધુ દેશ વિદેશમાંથી પધારેલા સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં સર્વાનુમતે એક ઠરાવ પસાર કરવામાં આવેલ હતો જેમાં સમાજ ઉત્કર્ષ અને શિક્ષણક્ષેત્રે જાગળતિ લાવવા શ્રેષ્ઠી શ્રી વિરમભાઇ ગોઢાણીયાની સર્વાનુમતે આગળના સંગઠનની રચના કરવા ઠરાવવામાં આવેલ હતાં.
સમાજ અને શિક્ષણના ઉત્કર્ષ માટે મહેર સુપ્રિમ કાઉન્સીલ પોરબંદરની રચના કરવામાં આવી.જેમાં આઠ જેટલી સમાજ ઉત્કર્ષ માટે સમિતિઓની રચના કરવામાં આવી. જેમાં શિક્ષણ સમિતિ, સાંસ્કળતિક સમિતિ, ઝગડા વાંધા નિવારણ સમિતિ, કળષિ સમિતિ, વ્યસન મુક્તિ સમિતિ, કલા સાહિત્ય સમિતિ, સહીત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી.
૧૯૯૪ થી ૨૦૨૦ સુધી મહેર સુપ્રિમ કાઉન્સિલના માધ્યમ થકી સમાજમાં જાણ જાગળતિનો ઉદય થયો. આજે સંપ, એકતા, સહકાર અને સંગઠન દ્વારા સમાજ ઉત્કર્ષના વિવિધ ક્ષેત્રોમાં દરેક જ્ઞાતિના અગ્રણીઓ રાજકીય, સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ ખુબજ સહકારથી ઉતમ કામગીરી કરી રહ્યા છે.
ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના હાલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાના સબળ નેતળત્વમાં દરેક પ્રવુતિઓ વેગવાન બની છે.
આજના સમયગાળામાં ગુણવતા શિક્ષણના હેતુસર એક ઇન્ટરનેશનલ સ્કૂલ જી.એમ.સી. ચાલી રહી છે. એસ.એસ.સી. કેમ્બ્રિજના અભ્યાસક્રમો સાથે આધુનિક બિલ્ડીંગ સાથે સંસ્થાનું નિર્માણ કરવામાં આવેલ છે. મારી સાથે મહેર સુપ્રિમ કાઉન્સિલના સભ્યો સહયોગી બન્યા છે. તદઉપરાંત વિદ્યાર્થીઓ માટે વિદ્યાનગર હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં તમામ જ્ઞાતિના શ્રેષ્ઠીઓનો આર્થિક ઉમદા સહયોગ મળ્યો છે.
પ્રશ્ર- ૦૪ આપની શૈક્ષણિક અને સામાજિક ઉત્કર્ષની પ્રવુતિ સંદર્ભે આપને કોઈ એવાર્ડ મળ્યા હોયતો જણાવશો ?
ઉતર - મારી સમાજ અને શિક્ષણ ક્ષેત્રે કરેલી સેવાકીય પ્રવુતિઓની કદરરૂપે પોરબંદરના સાંદિપની વિધ્યાનિકેતન હરીમંદિરના પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા રાજશ્રી એવોર્ડ સને ૧૯૯૦ માં સંકુલના નિર્માણ માટે થયેલ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા ભાઈશ્રીના હસ્તે ધર્મરત્ન અને નગરરત્ન એવાર્ડ, રોટરીકલબ ઓફ પોરબંદર દ્વારા સને ૧૯૯૦ માં શિક્ષણ પ્રત્યે અનુદાન અને સેવા બદલ હુશેનચાચા રોટરી એવાર્ડ, ગુજરાત સરકાર દ્વારા કર્મયોગી એવાર્ડ, રાજકોટ પ્રેસ એશોસિયશન દ્વારા મેઈન ઓફ ધ ઈયર એવાર્ડ, ૨૦૦૫ માં દ્વારા લાઈફ એચિવમેન્ટ એવાર્ડ, મહેર કોમ્યુનીટી એવાર્ડ, સહિતના વિવિધ એવાર્ડ દ્વારા મને સન્માનિત કરાયો આથી મારી શિક્ષણ સમાજની સેવા કરવાની ભાવના બળવતર બની.
પ્રશ્ર- ૦૫ આપે શિક્ષણ અને સમાજ ક્ષેત્રે ખુબજ કામગીરી કરી છે કોઈ પુસ્તકો સર્જનરૂપે પ્રસિદ્ધ કર્યા હોયતો નામો જણાવશો?
ઉતર- શિક્ષણ ક્ષેત્રે અને સમાજ ક્ષેત્રે કામ કરનારાઓ એ પોતાના વિચારો અભિવ્યક્ત કરવા અને યુવા પેઢી સુધી પહોંચાડવા પુસ્તકોનું લેખન કરવું જોઈએ.
ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય ન્યુદિલ્હી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦ પુસ્તક પ્રકાશિત કર્યું.
શિક્ષણ અને સમાજના સ્વપ્ન દ્રષ્ટા તરીકે મિશન અને વિઝનનું દર્શન કરી લોકોનું જીવન ધોરણ ગુણવતાસભર અને લાઈફસ્કીલ અન્યને પ્રેરક બને તે માટેનું મહેર સમાજની આજ, ગઈકાલ અને આવતીકાલ પુસ્તક લખ્યું શિક્ષણ ક્ષેત્રે ગુણવતા સુધારવા માટે ક્વોલીટી એજ્યુકેશન પુસ્તક પ્રસિદ્ધ કર્યું.
શિક્ષણની ગુણવતા સુધારવા અંગે સહિયારી સચિત્ર શિક્ષણયાત્રા જ્ઞાનોત્સવ પુસ્તક શાળા, કોલેજો અને યુનીવર્સીટીઓએ આવકાર્યું.
પ્રશ્ર- ૦૬ વિરમભાઇ આપે ૮૫ વર્ષે પણ યુવાનોને સરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવો છો અને ત્રણ ચાર દાયકાઓ શિક્ષણ અને સમાજ ઉત્કર્ષની અનન્ય સેવા કરી રહ્યા છે. ત્યારે આજની યુવાપેઢીને શો સંદેશો આપશો ?
ઉતર- દીકરી દીકરાઓ અને વાલીઓ પહેલાના સમય કરતા ખૂબ જાગળત થયા છે. સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે સબળ નેતળત્વ લે તેવી પહેલ કરી રહ્યા છે. તેમ છતાં આજની યુવાપેઢીને ખાસ કહેવું છે કે જોવા મલે છે કે પાન, માવા, ગુટકા, સિગારેટ જેવા માદક દ્રવ્યોનું સેવન કરવા કરતા પુસ્તકો વાંચનનું સેવન કરવું જોઈએ. આજે જે વ્યસનોનો વ્યાપ વધ્યો છે. યુવા પેઢી શિક્ષણ ક્ષેત્રે ફક્ત પાછળ પુસ્તક આધારિત જ જ્ઞાન ધરાવે છે. ત્યારે ઈતર વાંચનની ટેવ કેળવવી જરૂરી છે.
આજની યુવાપેઢીએ ગ્રંથાલયને જ્ઞાન મંદિર ગણી તેનો ઉપયોગ કરીને પોતાની જાતને સર્જનશીલ બનાવવી પડશે. દીકરી દીકરાઓમાં અન્ય સમાજની માફક અનબેલેન્સ થયું છે. ત્યારે દીકરીઓની સાથે દીકરાના શિક્ષણ અંગે ચિંતન - મંથન કરવું પડશે.
આજે સાદગી, સ્વાવલંબન, નિયમિતતા શ્રમનું ગૌરવ, પ્રમાણિકતા, કરકસર જેવા મૂલ્યોની ઓટ વર્તાય રહી છે ત્યારે આ માનવ મૂલ્યોનાં જતન માટે વેગવાન કરવા પડશે.આજે શિક્ષણ માત્ર ડીગ્રી લક્ષ્ય થયું છે. ગુણવતા સભર શિક્ષણ મેળવવા હવે ટેકનોલોજી ક્ષેત્રે સ્કીલ બેઇઝ શિક્ષણને પ્રાધાન્ય આપવું પડશે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
