News of Tuesday, 26th November 2024
ગાંધીનગરમાં ડૉ.જીવરાજ મહેતા ભવનમાં આગ ભભૂકી: બ્લોક-1માં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
ઓફિસ ટાઈમ હોવાથી કર્મચારી પણ હાજર હતા: તમામ લોકોને સુરક્ષિત સ્થળે બહાર રાખવામાં આવ્યા :આગ લાગવા અંગેનું કારણ હજુ સુધી અકબંધ

ગાંધીનગરમાં ડૉ.જીવરાજ મહેતા ભવનમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી જાણકારી પ્રમાણે ડૉ.જીવરાજ મહેતા ભવનના બ્લોક-1માં આગ લાગી હતી. આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડે ઘટના સ્થળ પર પહોંચીની આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી દીધી હતી. નોંધનીય છે કે, અત્યારે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા અને આગ પર કાબુ મેળવી લેવાયો છે
ઓફિસ ટાઈમ હોવાથી કર્મચારી પણ હાજર હતા. જોકે, તમામ લોકોને સુરક્ષિત સ્થળે બહાર રાખવામાં આવ્યા છે.આગ શા માટે લાગી તે અંગેનું કારણ હજુ સુધી અકબંધ છે. પરંતુ આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડે ઘટના સ્થળ પર પહોંચીની આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી દીધી છે.
જુના સચિવાલય (ડૉ.જીવરાજ મહેતા ભવન)ના બ્લોક નંબર 1માં આગ લાગવાની ઘટના ઘટી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બ્લોક નંબર 1 ના ત્રીજા માળે આગ લાગી હતી. જોકે, ફાયરની ત્રણ ગાડીઓએ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો.જેથી અત્યારે આગ કાબુમાં આવી ગઈ છે. શ્રમ રોજગાર વિભાગની કચેરીમાં આગ લાગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
