<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

અમદાવાદમાં ગુનાહિત પ્રવૃતિઓ વધતા પોલીસ એક્શન મોડમાં :પકવાન ચાર રસ્તા ખાતે ચેકીંગ

લક્ઝુરિયસ ગાડીઓ રોકીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું: JCP નીરજ બડગુજર, હિમાંશુ વર્મા સહિતના અધિકારીઓ હાજર

અમદાવાદમાં છેલ્લા અમુક દિવસોથી હત્યા, મારામારી, ડ્રિંક એન્ડ ડ્રાઇવ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થયો છે. ત્યારે શહેરની કાયદા વ્યવસ્થા જળવાઈ રહે અને વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી શકાય તે માટે શહેર પોલીસ એક્શનમાં આવી છે

   અમદાવાદમાં ગુનાહિત પ્રવૃત્તિને ડામવા આજે શહેરના પકવાન ચાર રસ્તા ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું  લક્ઝુરિયસ ગાડીઓ રોકીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, પકવાન ચાર રસ્તા સહિતના સ્થળે મોટી ચેકીંગ કામગીરી હાથ ધરી હતી, 

 અમદાવાદ પોલીસની આ ચેકીંગ કામગીરી વેળાએ  ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા, JCP નીરજ બડગુજર, હિમાંશુ વર્મા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા 

(1:03 PM IST)