<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ખ્યાતિ કાંડ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન :ફરાર ચાર આરોપીઓને દબોચી લેવાયા

પોલીસે ચાર ફરાર આરોપી ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને મિલિન્દ પટેલની ધરપકડ કરી

અમદાવાદ : ખ્યાતિકાંડને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. આ કાંડને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂતની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 

  નોંધનીય છે કે, અત્યારે પોલીસે ચાર ફરાર આરોપી ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને મિલિન્દ પટેલની ધરપકડ કરી લીધી છે. જેથી ખ્યાતિકાંડના ફરાર પાંચ મોટા માથા પોલીસના સકંજામાં આવ્યાં છે.

  ફરાર આરોપીઓ આણંદ-વડોદરા વચ્ચે આવેલ ફાર્મ હાઉસથી ઝડપાયા હોવાનું જાણવા મળે છે ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈનની ધરપકડ  કરાઈ છે  પ્રતિક ભટ્ટ, પિંકલ પટેલની પણ ધરપકડ કરી લેવાઈ છે

(1:22 PM IST)