News of Tuesday, 26th November 2024
જુના સચિવાલયના બ્લોક નં. ૧માં આગ : વારંવારની આગ જોગાનુજોગ કે ?

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૬ : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આ છેલ્લા છ માસમાં અવાર-નવાર આગ લાગી છે. જુના સચિવાલયમાં આગ લાગે છે. આની પાછળનું કારણ સમજાતું નથી પરંતુ કયાંક કયાંક ઉંડે એવી ચર્ચાઓ થાય છે કે ચોક્કસ હેતુથી આ પ્રવૃત્તિ થતી હોય શકે. આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ જુના સચિવાલયના બ્લોક નંબર એકની બાજુમાં જયાં વર્ષો પહેલા મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ બેસતા હતા એ જગ્યાએ આગ લાગી છે.
ચારથી પાંચ ફાયર બ્રિગેડના બંબા દોડી ગયા છે. અને પાણીથી ઓલવી રહ્યા છ. હવે એ જોવાનું રહ્યું કે આનુ સાચુ કારણ જાણવા મળશે તે તપાસના અંતે ખબર પડે, સરકારી કચેરીઓમાં સમયાંતરે આગ લાગવાની ઘટના શંકા પ્રેરે છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
