<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ઇન્‍શ્‍યોરન્‍સ છેતરપિંડી વિરૂદ્ધ સાથે મળીને લડીએ આંતરરાષ્‍ટ્રીય છેતરપિંડીઃ જાગૃતિ સપ્‍તાહની ઉજવણી

અમદાવાદ આપણે આંતરરાષ્‍ટ્રીય છેતરપિંડી જાગૃતિ સપ્‍તાહ ર૦ર૪ માં પ્રવેશી રહ્યા છીએ. ત્‍યારે ઇન્‍શ્‍યોરન્‍સ છેતરપિંડીના ગંભીર મુદાઓ અંગે વિચારવા અને તેનો સામનો કરવા માટે જરૂરી સંયુકત પ્રયત્‍નો અંગે વિચારવાની ઉત્તમ તક છે. જનરલ ઇન્‍શ્‍યોરન્‍સ સેકટર ઇન્‍ફ્રાસ્‍ટ્‍કચર ઓટોમોટિવ, હેલથકેર, કૃષિ અને સંપૂણ સમાજ જેવા મોટાભાગના ઉદ્યોગો સાથે જટિલ રીતે સંકળાયેલ છે તેવા વ્‍યકિતઓ અને વ્‍યવસાયોને આવશ્‍યક નાણાંકીય સુરક્ષા પ્રદાન કરીને અથતંત્રને મજબૂત બનાવવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. એ સમજવું ખૂબજ મહત્‍વનું છે કે, ઇન્‍શ્‍યોરન્‍સના ફાયદા હોવા છતાં લોકો તેને ખરીદતાં કેમ અચકાય છે.

સયુંકત ઇન્‍ડસ્‍ટ્રીમાં સરેરાશ પી્રમિયમની રકમ કરતાં કલેઇમ માટે ચૂકવેલ રકમનો રેશિમયો ૧૦૦% કરતા વધુ હોવા છતાં, લોકોને હજુ પણ કલેઇમની ચુકવણી બાબતે કેમ સંદેહ રહે છે. તે એક મહત્‍વનો પ્રશ્ર છે. આ વિરોધાભાસનું એક મુખ્‍ય કારણ ઇન્‍શ્‍યોરન્‍સ છેતરપિંડી છે. દર વર્ષે ભારતીય ઇન્‍શ્‍યોરન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડે છે. છેતરપિંડીયુકત કલેઇમ કલેઇમના રેશિયોને વધારે છે. જેના પરિણામે  પ્રીમિયમ ખર્ચમાં વધારો થાય છે અને વિશ્વાસમાં ઘટાડો થાય છે. આવી છેતરપિંડીયુકત પ્રવૃત્તિઓ ઇન્‍ડસ્‍ટ્રીના વિકાસને અવોધે છે અને સમાજ પર પ્રતિકૂળ અસર કરે છે. દરેક ઇન્‍શ્‍યોરન્‍સ કોન્‍ટ્રાકટનો મુખ્‍ય સિદ્ધાંત ‘‘ સંપૂર્ણ સત્‍યનિષ્‍ઠા'' છે, જેમાં તમામ પક્ષો દ્વારા પ્રમાણિકતાથી કાર્ય કરવાની અને સંબિધિત માહિતી જાહેર કરવાની જરૂર પડે છે. તેમ યાદીમાં જણાવાયું છે. (ર૪-પ)

(2:53 PM IST)