News of Tuesday, 26th November 2024
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આબુમાં યોજાઇ ખડક ચઢાણ તાલીમ શિબિર

અમદાવાદ તા.૨૬. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો.રાજુલ કે.ગજ્જરની પ્રેરણા અને કુલસચિવ ડો.કે.એન. ખેરના માયાળુ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ, સાંસ્કળતિક અને વિદ્યાર્થી કલ્યાણની શાખા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ પ્રવળતિઓ નિયમિત રીતે હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં ખડક ચઢાણ શીબીર યોજવામાં આવી હતી.
ગુજરાત રાજ્યના યુવક સેવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓના કમિશનરની કચેરી દ્વારા સંચાલિત અને રાજસ્થાનનાં માઉન્ટ આબુ ખાતે સ્થિત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ કેન્દ્રમાં આ તાલીમ ૧૦ દિવસ માટે આપવામાં આવે છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંકળાયેલી ૩૦ કોલેજના ૮૪ વિદ્યાર્થીઓને શિબિરમાં મોકલવામાં આવ્યા હતા.
આ શિબિરનો પૂર્ણાહુતિ સમારંભ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થાના આચાર્ય રાજલ પટેલના અધ્યક્ષપદે તથા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સાંસ્કળતિક સલાહકાર મનોજ શુક્લના સાનિધ્યમાં અને શારીરિક શિક્ષણ નિયામક ડો.આકાશ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
શિબિરમાં જોડાયેલા અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતાં વિદ્યાર્થીઓ તોહા ગાંગુલી,પાર્થ પટેલ અને મનીષા દિક્ષીતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી ખુશી શેર કરી હતી. આ તાલીમ શિબિરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સારસંભાળ અને સંકલન માટે સંયોજક તરીકે ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રીસર્ચ ઈનસ્ટીટયુટના પી.ટી.આઈ. પ્રા. ડો.નરહરિપ્રસાદ સાધુએ સેવાઓ આપી હતી.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
