News of Tuesday, 26th November 2024
ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં ૧૨ ટકા વધી : ૨૨.૫૦ લાખ
દેશમાં ૨૦૨૩-૨૪માં સૌથી વધુ મહિલા કરદાતા મામલે ગુજરાત બીજા સ્થાને : સમગ્ર દેશમાં કુલ ૨.૨૯ કરોડ મહિલા કરદાતા

અમદાવાદ તા. ૨૬ : ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં ૧૨ ટકા વધીને ૨૨.૫૦ લાખ થઇ ગઇ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સૌથી વઘુ મહિલા કરદાતા મામલે ગુજરાત બીજા સ્થાને છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ મહિલા દ્વારા સુધી સૌથી વઘુ ઈન્કમટેક્સ ચૂકવવાને મામલે મહારાષ્ટ્ર ૩૬.૮૩ લાખ સાથે ટોચના, ઉત્તર પ્રદેશ ૨૦.૪૩ લાખ સાથે ત્રીજા, તામિલનાડુ ૧૫.૫૧ લાખ સાથે ચોથા સ્થાને છે. ૨૦૨૩-૨૪માં સમગ્ર દેશમાં કુલ ૨.૨૯ કરોડ મહિલા કરદાતા છે.
સમગ્ર દેશમાં મહિલા કરદાતાની સંખ્યા ૨૦૧૯-૨૦માં ૧.૮૩ કરોડ, ૨૦૨૦-૨૧માં ૧.૮૨ કરોડ, ૨૦૨૧-૨૨માં ૧.૯૪ કરોડ, ૨૦૨૨-૨૩માં ૨.૧૦ કરોડ હતી. કોવિડના વર્ષ ૨૦૧૯-૨૦માં ગુજરાતમાં ૧૮.૪૮ લાખ મહિલા કરદાતા હતી. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં મહિલા કરદાતાની સંખ્યામાં ૨૫ ટકા જેટલો વધારો નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં મહિલા કરદાતાઓ જેમાં ૨૦૧૯-૨૦માં ૧૮,૦૮,૭૪૯, ૨૦૨૦-૨૧માં ૧૮,૪૮,૨૩૩, ૨૦૨૧-૨૨માં ૧૯,૫૦,૪૯૯, ૨૦૨૨-૨૩માં ૨૦,૮૪,૬૩૯ તેમજ ૨૦૨૩-૨૪માં ૨૨,૫૦,૦૯૮ સંખ્યા રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સૌથી વઘુ મહિલા કરદાતા જેમાં મહારાષ્ટ્રમાં ૩૬,૮૩,૪૫૭, ગુજરાતમાં ૨૨,૫૦,૦૯૮ તથા ઉત્તર પ્રદેશમાં ૨૦,૪૩,૭૯૪ તેમજ તામિલનાડુમાં ૧૫,૫૧,૭૬૯ અને રાજસ્થાનમાં ૧૩,૫૨,૨૦૨ રહી છે
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
