News of Tuesday, 26th November 2024
પાટણ સહિત ગુજરાતમાં પુરવઠા તંત્રનું સર્વર ઠપઃ ગ્રાહકો હેરાન પરેશાન
દુકાનદારોને ઓકટોમ્બર મહિનાનું કમિશન આપવા અને ઇ-પ્રોફાઇલની મુદત લંબાવવા માંગ

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા.ર૬ :ગુજરાત સરકારનું પુરવઠાતંત્ર અને નિગમ જાણે સાવ નિષ્ફળ નીવડળ્યુ હોય તેમ લાગી રહયુંપ આજ સવારથી પુરવઠા તંત્રનુ‘‘સર્વર'' ગાંધીનગરથી ઠપ રહયુ -વિ. સમસ્યાથી પ્રજા ભારે પરેશાન થઇ રહી છે. આજ શહેરની માટભાગની દુકાનો ઉપર સર્વર ઠપ રહેલ અને ધીમીગતીએ ચાલતા દુકાનો ઉપર લાંબી લાઇનો લાગી ગઇ છે. ગ્રાહકો અને સંચાલકો વચ્ચે સર્વર બંધ રહેતા બીન જર્રરી ઘર્ષણ થઇ રહયા છે.
કરોડો રૂપિયાને ખર્ચ કરવા છતાં સરકારની સર્વર જે સે થે પરિસ્થિતિમાં છે એક તરફ રેશનીંગની દુકાનો ઉપર લાઇનો છે બીજી તરફ કેવાયસી માટેની મોટી મોટી લાઇનો છે. ગરીબ પ્રજાને રેશનીંગના ઘઉં, ચોખા કે ખાંડ લેવી આ સમાનના તારા ઉતારયા જેવું કઠીન છે.
બીજી તરફે પુરવઠા વિભાગ સમયસર રેશનીંગનો જથ્થો આપી શકતું નથી દુકાનદારો પાસે એડવાન્સ પૈસા ભરાવે છે. પણ સમયસર જથ્થો ન મળતા ગ્રાહકોને ધકા થાય છે.જથ્થો આપે તો દુકાનદારોને સમયસર પૈસા રીફન્ડ પણ સમયસર મળી જાય બીજી તરફ સસ્તા આનાજની દુકાનદારોને આજે ર૬ નવેમ્બર થઇ ગઇ હોવા છતાં ઓકટોમ્બર મહિનાનું કમીશન હજુ સુધી મળ્યું નથી ત્યારે તંત્ર દ્વારા દુકાનદારો અને ગ્રાહકોના હિતમાં યોગ્ય કામગીરી કરે તેવી માંગ ઉઠી છે. (ર૪-૯)
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
