News of Tuesday, 26th November 2024
રાજ્યમાં કથળતી જતી કાયદો વ્યવસ્થા સામે ગાંધીનગર સફાળું જાગ્યું:જાતે એક્શન મોડ સાથે જવાબદારોને પણ એક્શન મોડમાં મૂકતાં હર્ષ સંઘવી
એસીપી પ્રદીપસિંહ જાડેજાનાં નેતળત્વમાં અને ડીસીપી રવિ સૈનીના નેતળત્વમાં પોકેટ કોપ આધારે ઉતરપ્રદેશનો કુખ્યાત આંતરરાજ્ય ગેંગનો સૂત્રધાર ઝડપાયો :મિલકત વિરોધી ગુન્હા અટકાવવા સેકટર વડા નીરજ બડગુજ્જર સહિતના સિનિયર અધિકારી સાથે માસ્ટર પ્લાન ઘડી, આ બધું કાગળ પર ન રહે તેવું જાત નિરીક્ષણ ગોઠવતા અમદાવાદ ઇન્ચાર્જ સીપી. તમામ અપરાધીઓ સામે લડવા ઊભા કરાયેલા ટાસ્કફોર્સ અદભુત ટેકનોલોજીથી જોડતા અજય ચોધરી

રાજકોટ, તા.,ર૬: રાજ્યભરમાં અપવાદરૂપ શહેર, જિલ્લા બાદ કરતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ કંટ્રોલ બહાર જવા લાગી છે, અને સોશ્યલ મીડિયામાં જે રીતે આ બધું વાયરલ થવા સાથે હવે ગાંધીનગર સુધી રેલો પહોચી જતા ગાંધીનગરમાં હવે ટોચના અધિકારીઓની બેઠક શરૂ કરી, પોલીસ પોતાનું મૂળભૂત કામ ભૂલી જે રીતે સિવિલ મેટરો અર્થાત્ જમીનના હવાલા કબાડામાં જ રસ દાખવી રહ્ય છે તે સામે લાલબત્તી હોમ મિનિસ્ટર અને મુખ્ય પોલીસ વડા દ્વારા ધરવામાં આવી છે.
કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિત પાછળ યોગ્ય અનુભવી અધિકારીઓની કાબેલિયતતાનો ઉપયોગ ન કરવો, એક સર્કલ બહાર નજર ન કરવી, તેવું તારણ અનુભવી કાઢી રહ્યા છે.
દરમિયાન અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનરનો ચાર્જ જેમને સુપ્રત થયેલ છે, તેવા સ્પેશયલ બ્રાન્ચના પોલીસ કમિશનર અજય ચોધરી ગણત્રીના દિવસો પૂરતા હોવા છતાં ખૂબ સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યાનું શહેર પોલીસ તંત્રના તેમના સહયોગીઓ માની રહ્યા છે, તેવો ચેમ્બરમાં બેસવાને બદલે કે નાઈટ પેટ્રોલીંગની સૂચના આપવાને બદલે જાતે વાહનો ચેક કરે છે, પોલીસનું મનોબળ વધારી રહ્યા છે.
પરિસ્થિત પર કંટ્રોલ કરવા માત્ર ટાસ્કફોસ રચી સંતોષ માનવાને બદલે જે પ્રોજેક્ટના અજય ચોધરી નોડલ ઓફિસર છે, તેવી નિર્ભયા પ્રોજેક્ટની ટેકનોલોજીનો પોલીસ અઘિકારીઓ ઉપયોગ કરે તેવું વાતાવરણ ઉભુ કર્યું છે, દાખલા તરીકે કંટ્રોલ રૂમ મારફત કોઈ જગ્યાની ટેકનોલોજીથી ટ્રાફિક પરિસ્થિત નિહાળી પબ્લિક સ્પીકીંગ સિસ્ટમ્સ મારફત નડતરરૂપ વાહન તાકીદે દૂર કરાશે. શહેરના વિવિધ પોલ પર લાલ બટન સાથેના ઇમરજન્સી બોક્ષ ઊભા કરવામાં આવ્યા છે, કોઈ યુવતી કે મહિલા તાકીદની જરૂરિયાત સમયે આ બટન દબાવ્યે પીસીઆર વાહન પહોચી જશે, ચહેરા ઓળખતા મશીનમાં ત્રાસવાદી, રીઢા ગુનેગારોને ઓળખી કાઢતી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરાવ્યો છે.
ઇન્ચાર્જ સીપી અજય ચોધરી અને સેકટર વડા નીરજ બડ ગુજ્જર દ્વારા મિલકત વિરોધી ગુનાઓ શોધી કાઢવા તમામ ડીસીપીઓને તેમની ટીમ સાથે એક્ટિવ કર્યા છે, જે બાબત રંગ લાવી રહી છે .ડીસીપી રવિ સેનીના માર્ગદર્શન હેઠળ એક્ટિવ એસીપી પ્રદિપસિંહ જાડેજા, એસીપી યુવરાજસિંહ ગોહિલ ટીમ પણ પરિણામ લક્ષી કામગીરી કરવા સાથે તમામ ડીસીપી, એસીપી ટીમો દોડતી થયેલ છે.
પાંચ સાત હજાર રૂપિયામાં વહેંચવા દેવામાં આવેલ હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે. સહ આરોપીઓ ભાસ્કર ઉર્ફે સોનું પાંડે, સાગર સોલંકી અને સંજય મિયાત્રાને ચોરી કરતા પહેલા મોટર સાયકલના ફોટા મોકલી, પસંદ કરાવી, ચોરી કરી, મોટર સાયકલ મોકલી આપતો હતો. પકડાયેલ ત્રણેય સહ આરોપીઓ મુખ્ય સૂત્રધાર વિકાસ પાંડે, ચોરી કરી, મોટર સાયકલ મોકલતો હોવાનું જાણવા છતાં, હજાર બે હજારની લાલચે ચોરીના મોટર સાયકલ પોતાના સગા સંબંધી અને ઓળખીતાઓને ઉપજાવી કાઢેલી વાતો કરી, સસ્તામાં મળતા હોઈ, તેવું સમજાવી, પધરાવી દેતા હતા. ત્રણેય સહ આરોપીઓને પણ પોલીસે મદદગારી સબબ ધરપકડ કરવામાં આવેલ છે...
આમ, ઈસનપુર પોલીસ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશન આધારે આંતર જિલ્લા વાહન ચોર ગેંગના ચાર આરોપીઓને પકડી પાડી, કુલ ૧૮ ચોરીના મોટર સાયકલ કિંમત રૂા. ૬,૦૦,૦૦૦ સાથે પકડી પાડી વાહન ચોરીના ૧૮ ગુન્હાઓ ડિટેક્ટ કરવામાં આવતા, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે આશીર્વાદ સમાન સાબિત થયેલ છે. ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ.જાડેજા, પીએસઆઈ આર.બી. તેલે તથા સ્ટાફ દ્વારા આરોપીઓની ધરપકડ કરી, સઘન પૂછપરછ હાથ ધરી છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
