News of Tuesday, 26th November 2024
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળા ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળા ખાતે આવેલ બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં આજે સંવિધાન દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો.મધુકર ભાઈ પાડવીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં સૌ મહેમાનોએ ભારતના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ કોલેજના TY B.Com ના વિદ્યાર્થીની અંજુબેન કલબી અને મોનિકાબેન વસાવા દ્વારા ભારતના બંધારણના ઇતિહાસ તેની કલમો ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું હતું ત્યારબાદ યુનિવર્સિટીના ઓફિસ સુપ્રિન્ટેડ ડો. શીતલબા પરમારે વિદ્યાર્થીઓને સંવિધાન દિવસ અંગેની વાત કરી અને તેના મહત્વની કલમો ચર્ચા કરી હતી, કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ ડો.મધુકર ભાઈ પાડવી દ્વારા સંવિધાન ની રચના અને મહત્વની વિસ્તૃત જાણકારી આપવામાં આવી સાથે બંધારણ અને તેના આર્ટિકલ્સ અંગે જાણકારી આપવામાં આવી તેમજ બંધારણ દિવસ મહત્તા વિશે વિધાર્થીઓને સમજાવ્યુ હતું ત્યારબાદ સ્કૂલ ઓફ કોમર્સ કોલેજના આચાર્ય ડો.મહેશ બારડ દ્વારા બંધારણ મુજબના સામૂહિક શપથ ગ્રહણ કરવામાં આવ્યા અંતમાં આભાર વિધિ કરવામાં આવી.
આ કાર્યક્રમમાં સ્કૂલ ઓફ આર્ટ્સ અને સાયન્સના આચાર્ય અને યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડો.રજીનીકાંત પંડ્યા હાજર રહેલા અને કાર્યક્રમનું સંચાલન ડો.ભૌતિક પટેલ દ્વારા કરવામાં આવ્યું.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
