News of Tuesday, 26th November 2024
રાજપીપળા મિત ગ્રુપના સેવાકાર્ય થકી જીવતદાન: વાગડીયા ગામની મહિલા દર્દીને મિત ગ્રુપના સહયોગથી લોહી મળતા નવજીવન મળ્યું

ફોટો mit
(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં ઘણા દર્દીઓને બ્લડની તાત્કાલિક જરૂર હોય છે જેમાં કેટલાક યુવાનો અને સંથાઓ દર્દીઓને લોહી આપવા મદદરૂપ બને છે ત્યારે વાત કરીએ રાજપીપળાના મિત ગ્રુપની તો આ ગ્રુપ દ્વારા લગભગ દરરોજ એક બે દર્દીઓ માટે બ્લડ ની સગવડ માટે યુવાનો આગળ આવે છે અને તાત્કાલિક જરૂરિયાત વાળા દર્દીઓને નવજીવન મળે છે.
કેવડીયા પાસેના વાગડીયા ગામના દર્દી તડવી મીનાક્ષીબેન વિષ્ણુભાઈને રાજપીપલા સિવિલ હોસ્પિટલ માં A+ બ્લડની ઇમર્જન્સી જરૂર હોવાથી અંકુરભાઈ એ A+ બ્લડ ની સેવા આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, અને તડવી મીનાક્ષીબેન વિષ્ણુભાઈ ને નવજીવન મળ્યું હતું મિત ગ્રુપની મિત ગ્રુપ ખાસ કરીને ડીલેવરી વાળા દર્દીઓને રોજ ની એક કે તેથી વધુ બોટલ બ્લડની સેવા આપે છે અને મિત ગ્રુપના પ્રમુખ જીગ્નેશભાઈ બ્લડ ડોનરોના સાથ સહકારથી આ સતત સેવા કાર્ય આગળ કરતાં આવ્યા છે અને આજે પણ અવિરત સેવા ચાલુ છે. જીગ્નેશભાઈ વસાવા વર્ષોથી 24×7 બ્લડ ડોનેશનની સેવા આપે છે, મીત ગ્રુપ એ વાગડીયા ગામના મહિલા દર્દી ને લોહી આપવા બદલ અંકુરભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
