News of Tuesday, 26th November 2024
નાંદોદ તાલુકાના કરાઠા ગામ પાસે દીપડો દેખાતા લોકોમાં ભય

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના અનેક ગામોમાં દીપડા વારંવાર દેખાઈ આવે છે. અને તિલકવાડા તાલુકાના અનેક ગામોમાં દીપડાએ જાણે આતંક મચાવ્યો હતો ત્યારે વન વિભાગને એક દીપડાને પકડવામાં સફળતા મળી હતી પરંતુ હજુ આ તરફ ઘણા દીપડા ફરતા હોવાનું લોકો કહી રહ્યા છે. હાલ માં વડીયા ગામ પાસેના કરાઠા ગામ નજીક એક કદાવર દીપડો દેખાતા લોકો માં ભય ફેલાયો છે
નાંદોદ તાલુકાના અનેક ગામોમાં દીપડા લટાર મારવાની ઘટના માં કેટલાય મૂંગા જાનવરો અને કેટલાક લોકો પર દીપડાઓએ હુમલા કરી ઇજા કરી છે અને કેટલાકના જીવ પણ ગયા છે માટે આ બાબતે તંત્ર એ નક્કર પગલાં લઈ લોકો માંથી ભય અને જીવના જોખમને દૂર કરવા પ્રયત્ન કરવા જોઈએ.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
