News of Tuesday, 26th November 2024
રાજપીપળા સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં જમવા દર્દી અને તેમના સગાને દબાણ થતું હોવાની બૂમ
જે તે વોર્ડમાં દાખલ દર્દીઓ વર્ષોથી વોર્ડમાં જ સિવિલમાંથી અપાતું કે ઘરનું ભોજન ખાતા હતા, હવે ત્યાં નહિ ખાવાનો નિયમ લાગુ કરાયો:નીચે કમ્પાઉન્ડમાં બનાવેલ વિસામામાં લાઈટ નથી માટે ઠંડી માં ખુલ્લામાં જમતા દર્દીઓ, ત્યાં કોઈ જી જંતુ કરડી જવાનો ભય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાની એકમાત્ર વડી ગણાતી રાજપીપળા સિવિલ હોસ્પિટલનો નામ બડે ઓર દર્શન ખોટે જેવો ઘાટ જણાઇ રહ્યો છે કેમ કે ઇન્ચાર્જ અધિકારીઓ પોતાની મનમાની કરતા હોય તેમ એક બાદ એક નવા નિયમો લાગુ કરી જાણે દર્દીઓને હેરાન કરી રહ્યા છે. પહેલા પાર્કિંગ ગાર્ડનમાં કરવાનો તઘલખી નિયમ લાગુ કર્યા બાદ હવે વર્ષોથી જે તે વોર્ડમાં ભોજન કહેતા દર્દીઓ કે તેમના સગાને વોર્ડમાં નહિ પણ નીચે જઈને ભોજન કરવાનો નિયમ લગાવતા બિચારા બિમાર દર્દીઓ અંધારામાં જમવા મજબૂર બન્યા છે.
રાજપીપળામાં આવેલ મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ હંમેશા ચર્ચામાં રહી છે અને હજુ પણ ત્યાં ઇન્ચાર્જ અધિકારીઓ પોતાના નિર્ણયો લાગુ કરી સ્ટાફ અને દર્દીઓ ને જાણે હેરાન કરી રહ્યા છે અને આવી અનેક બાબતોના અખબારો અહેવાલ વારંવાર આવવા છતાં ગાંધીનગર બેઠેલા ઉચ્ચ અધિકારીઓ એ જાણે ગુજરાતના નકશા માંથી રાજપીપળાનું નામ જ કાઢી નાખ્યું હોય તેમ આ તરફ કોઈજ ધ્યાન આપતા નથી અને સિવિલ ના ઇન્ચાર્જ અધિકારીઓ પોતાની મનમાની ચાલુ રાખી છે. જેમાં પહેલા વાહન પાર્કિંગ ગાર્ડન માં કરવા હુકમ કર્યા બાદ હવે દર્દીઓ ને હોસ્પિટલ માંથી અપાતું જમવાનું જે તે વોર્ડ માં નહિ બલ્કે નીચે કમ્પાઉન્ડ કે ત્યાં બનાવેલ વિસામા માં જઈ ખાવાનો હુકમ કરાયો પરંતુ સાંજ નું ભોજન ત્યાં ખાવા માં જોખમ છે કેમ કે વિસામા માં એકપણ લાઈટ નથી માટે દર્દીઓ અને તેમના સગા ભોજન કમ્પાઉન્ડ માં ગમે ત્યાં બેસી ખાવા મજબૂર થયા છે, જાણવા મળ્યા મુજબ ત્યાં અંધારપટ છે અને સાપ જેવા ઝેરી જીવ જંતુઓ પણ હોય ક્યારેક ત્યાં ભોજન કરવા બેઠેલા દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ઉપરાંત ઉપર થી નીચે જમવા આવતા દર્દીઓ બિમાર હોવાથી કોઈ અશકત દર્દી ને તકલીફ વધે છે, માટે એક બાદ એક આવા જોહુકમી વાળા નિયમો લાગુ કરતા અધિકારીઓ દર્દીઓ ના હીત માં યોગ્ય નિર્ણય લે એ જરૂરી છે.
આ મુદ્દે ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો.હરેશ કોઠારી એ કહ્યું કે દાખલ દર્દીઓ ને તો ત્યાં વોર્ડ માં જ ખાવાનું અપાઈ છે અને ત્યાં જ જમે, દાખલ દર્દીઓ એ તો વોર્ડ છોડી ને બહાર જવાનું જ ના હોય પણ એમના સગા ને બહાર ખાવાનું આપવાનું હોય, કેમ કે ત્યાં બહુ ગંદકી અને ડિસ્ટર્બન્સ થાય અને સિક્યુરિટી બહુ નથી માટે સગા માટે અને બહાર વ્યવસ્થા કરી છે. છતાં કંઈ એવું હશે તો હું સૂચના આપી દાઈશ
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
