<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

પહેલા ચાર ચપ્પુ સાથે પકડ્યા : નર્મદા પોલીસ હવે ચપ્પુ લઈને ફરતા શખ્સોને પકડવા મહેનત કરે છે

રાજપીપળા અને આમલેથા પોલીસ સ્ટેશનમાં ચપ્પુ સાથે પકડાયેલા ચાર વિરૂદ્ધ ગુનો દાખલ થયો હતો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: નર્મદા પોલીસ હવે જિલ્લા માં ચપ્પુ લઈને ફરતા લોકો પર બાઝ નજર રાખી રહી હોય એમ એક બાદ એક આવા લોકો ને ઝડપી ગુના દાખલ કરે છે, જેમાં તાજેતર માં રાજપીપળા અને આમલેથા પોલીસ સ્ટેશન માં ચપ્પુ સાથે પકડાયેલા ચાર વિરૂદ્ધ ગુનો દાખલ થયો હતો અને હાલમાં વધુ બે લોકો વિરૂદ્ધ ગુનો નોંધાયો છે

પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા પોલીસે રંગ અવધૂત મંદિર પાસેથી ભીખાભાઈ કીશનભાઈ કહાર(રહે. નવાફળીયા રાજપીપલા )ને રંગઅવધુત મંદિર પાસે રોડ ઉપર કોઇ કોગ્નીઝેબલ ગુનો કરવાના ઇરાદે પોતાની પાસે ચપ્પુ જેવું હથિયાર સાથે રાખી પકડાઈ જતા ગુનો દાખલ કર્યો છે.
જ્યારે બીજા ગુનામાં રાજપીપલા નિઝામશાહ દરગાહ પાસે થી પોલીસે મહમદ સહીદ ઇકબાલ શેખ(રહે, નિઝામશાહ દરગાહ પાસે સબ જેલની પાછળ, રાજપીપલા) ને પણ ચપ્પુ જેવું હથિયાર સાથે પકડી ગુનો દાખલ કર્યો હતો.

(11:08 PM IST)