<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

અમદાવાદમાં ગુનાખોરી અટકાવવા ટાસ્ક ફોર્સની રચના : બ્લાઇન્ડ-ડાર્ક પોસ્ટ પર પોલીસ હશે

કામગીરી અંગે દર ૧૫ દિવસે ચર્ચાઓ કરવામાં આવશે.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધી રહેલી ગુનાખોરીને અટકાવવા માટે હવે ૧૩ પોલીસ અધિકારીઓનો સમાવેશ કરીને એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તેની કામગીરી અંગે દર ૧૫ દિવસે ચર્ચાઓ કરવામાં આવશે. તે ઉપરાંત સુરક્ષા નામની એપ્લિકેશનમાં ગુનેગારોનો રેકોર્ડ છે. દરેક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને ફરજિયાત પણે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા આદેશ કરાયો છે. અમદાવાદ શહેરમાં ૧૫૦ પોઇન્ટ એવા છે કે, જ્યાં અવાવરુ જગ્યા છે અને આસપાસ કાઈ જ નથી. હવે પોલીસ બ્લાઇન્ડ સ્પોર્ટ અને ડાર્ક સપોર્ટ પર ફરજ બજાવશે. આવી જગ્યાઓ પાસેથી પસાર થતી મહિલાઓ-વૃધ્ધોને પોલીસ સુરક્ષિત ઘર સુધી પહોંચાડી રહી છે અને પોલીસ વ્દારા કંટ્રોલ રૂમ ખાતેથી તમામ ગતિવિધિયો પર નજર રાખી રહી છે. શહેરમાં એકલ-દોકલ રહેતા સિનિયર સિટીઝનો ગુનાખોરીનો વધુ ભોગ બનતા હોય છે. એકલતાનો લાભ લઇ તેમની સાથે ગુનેગારો દ્વારા ગુનો આચરવામાં આવતો હોય છે. ત્યારે શહેરમાં સિનિયર સિટીઝનોને પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે જણાવ્યું છે જ્યારે પોલીસની શી ટીમના કર્મચારીઓને વૃદ્ધોના સંપર્કમાં રહેવા આદેશ કરવામાં આવ્યો છે.

(11:53 PM IST)