News of Wednesday, 27th November 2024
ઉત્તર ગુજરાતના જાણીતા BZ ગ્રુપ પર CIDએ તવાઇ બોલાવી :અનેક એજન્ટને ત્યાં દરોડા પાડી કાર્યવાહી
BZ ગ્રુપના એજન્ટ પોન્ઝી સ્કીમનો ધંધો ચલાવતા હોવાનો આરોપ : CID ક્રાઇમે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને વડોદરા સહિતના જિલ્લાઓમાં દરોડા પાડ્યા : CIDની કાર્યવાહીથી એજન્ટ ભૂગર્ભમાં ઉતર્યા

ઉત્તર ગુજરાતના જાણીતા BZ ગ્રુપ પર CIDએ તવાઇ બોલાવી છે. અરવલ્લીના BZ ગ્રુપના અનેક એજન્ટને ત્યાં CIDની ટીમએ દરોડા પાડી કાર્યવાહીનો સપાટો બોલાવ્યો છે. BZ ગ્રુપના એજન્ટ પોન્ઝી સ્કીમનો ધંધો ચલાવતા હોવાનો આરોપ છે.
ઉંચા વળતરની લાલચ આપી 6 હજાર કરોડની ઉઘરાણી કરી છે. અત્રે જણાવીએ કે, સાબરકાંઠાના ભુપેન્દ્રસિંહ ઝાલાએ મળતિયાઓ સાથે મળી ગુજરાત અને રાજસ્થાનમાં ઓફિસ ખોલી હતી. CID ક્રાઇમે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને વડોદરા સહિતના જિલ્લાઓમાં દરોડા પાડ્યા છે.
BZ ગ્રુપમાં અને લોકોનાં રૂપિયા લાગેલા હોવાની ચર્ચા છે ત્યારે CIDની કાર્યવાહીથી એજન્ટ ભૂગર્ભમાં ઉતર્યા છે. અત્રે જણાવીએ કે, અરવલ્લીના BZ ગ્રુપના અનેક એજન્ટને ત્યાં CIDની ટીમએ દરોડા પાડી કાર્યવાહી કરી છે
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
