<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

પોલીસનું કામ રિકવરી કરવાનું નહીં પરંતુ ગુનેગારોને પકડવાનું છે

હાઇકોર્ટે વેધક ટકોર કરી...રાજકોટ પોલીસ વિશે અમને બધી જ ખબર છે : રાજકોટ ક્રાઈમ બ્રાન્‍ચના ઇન્‍સ્‍પેક્‍ટર હાજર રહેતાં હાઇકોર્ટે ઊધડો લીધો

અમદાવાદ, તા.૨૭: પોલીસને આર્થિક વ્‍યવહારોના ગુનામાં વધુ પડતો રસ પડતો હોવાની ચાડી ખાતા કેસમાં રાજકોટ પોલીસની વિવાદાસ્‍પદ કામગીરી સામે આવી હતી. જે કેસની સુનાવણીમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચમાં પીઆઇ હાઇકોર્ટ સમક્ષ ઉપસ્‍થિત રહેતાં કોર્ટે એવી વેધક ટકોર કરી હતી કે,‘પોલીસનું કામ રિકવરીનું નહીં ગુનેગારોને પકડવાનું છે. આર્થિક લાભના કેસોમાં પડવા કરતાં શરાબ, ડ્રગ્‍સ, જુગાર, સંગઠીત ગુનાને રોકવા પોલીસ ઈચ્‍છા શક્‍તિ દર્શાવે, નહીં તો લોકોના ભરોસો તૂટશે તો તેઓ રસ્‍તા પર આવશે.'

હાઇકોર્ટે પૂછયું હતું કે લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ સામે આવી કેટલી ફરિયાદ આવી છે અને કેટલા કેસોમાં તપાસ થઈ છે શું તેની ખબર છે ? આવી ઘટનાઓના મૂળમાં પહોંચવું જરૂરી છે. કોઈને બલિનો બકરો બનાવવાથી આ પ્રકારની ઘટનાઓનો અંત આવશે નહીં.

હાઇકોર્ટે એક ઘટના વર્ણવી હતી કે પોલીસે વિદેશી શરાબ ભરેલા ત્રણ ટ્રક પકડયા હતા. પરંતુ પંચનામામાં ફક્‍ત એક ટ્રક બતાવીને બાકીના બે ટ્રકને પૈસા લઈને છોડી દીધા હતા. પોલીસ લોકોની મદદ માટે છે, તેને પોતાની સત્તાઓનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. રાજકોટ પોલીસ વિશે કોર્ટને બધી જ ખબર છે. પોલીસે ગુનાઓને અટકાવવા પગલાં લેવા જોઈએ.

 રાજ્‍યમાં દારૂબંધી હોવા છતાં દારૂને રાજ્‍યમાં આવતા પોલીસ રોકી શકતી નથી. રાજ્‍યની બોર્ડર ઉપર દારૂનું કટીંગ થાય છે. શા માટે આવા ગુનાઓ અટકાવવા પોલીસ ટેકનોલોજીનો ઉપયોગ કરતી નથી? ગુનાઓને અટકાવા ઈચ્‍છા શક્‍તિની જરૂર હોય છે. રાજ્‍યમાં ડ્રગ્‍સ અને માનવ તસ્‍કરીના કેસો અટકાવવા પોલીસ કામ કરે.

કોર્ટમાં ઉપસ્‍થિત ક્રાઈમ બ્રાન્‍ચના PI ને ટકોર કરતા હાઇકોર્ટે કહયું હતું કે થોડા આર્થિક ફાયદા માટે આવા કેસોમાં પડીને PI  નો કેરિયર ટ્રેક રેકોર્ડ ખરાબ થઈ શકે છે. પોલીસનું કામ રિકવરી કરવાનું નહીં પરંતુ ગુનેગારોને પકડવાનું છે

રાજકોટ ક્રાઈમ બ્રાન્‍ચના ઇન્‍સ્‍પેક્‍ટર હાજર રહેતાં હાઇકોર્ટે ઊધડો લીધોને ભવિષ્‍યમાં નોકરીમાં મુશ્‍કેલી પડી શકે છે. જો લોકો પોલીસ ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરશે તો રસ્‍તા ઉપર ઉતરી આવશે. ડ્રગ્‍સ, દારૂ અને જુગાર જેવી ગેરકાનૂની પ્રવળત્તિઓ ઉપર પોલીસે ધ્‍યાન આપીને તેને ડામવાનું કાર્ય કરવું જોઈએ. ક્રાઈમ બ્રાન્‍ચના મુખ્‍ય કામ ઉપર પોલીસે ધ્‍યાન આપવું જોઈએ. જો ભ્‍ત્‍  સામે તપાસ રિપોર્ટમાં નકારાત્‍મક બાબતો આવશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે. કોર્ટે અરજદારની રજૂઆતના આધારે ૪ ફરિયાદી સામે કેસનો નિકાલ કર્યો હતો.

(10:22 AM IST)