News of Wednesday, 27th November 2024
શિયાળામાં ફળફળાદિના ભાવ વધારી નાગરિકોને ધૂતવાનો કારસો
કેમિકલની કરામતે જામફળ-સીતાફળની સાઇઝ-વજન વધાર્યા : જામફળનો ગર્ભ-માવો સફેદને બદલે હવે ગુલાબી કે લાલ રંગનો થયો જામફળ -સીતાફળના ઉત્પાદન સહિત પકવવા માટે કેમિકલનો ઉપયોગ કરાતા સાઇઝ મોટી થઇ

વડોદરા, તા.૨૬: એક જમાનામાં ક્રિકેટના દડાની સાઈઝના દેશી જામકળ-સીતાકળ મળતા હતા. પરંતુ બંને ફળના ઉત્પાદન સહિત પકવવા માટે કેમિક્લનો ઉપયોગ કરાતા સાઇઝ મોટી થઇ હોવાનું સર્વેક્ષણ છે. જામફળનો ગર્ભ-માવો સફેદને બદલે હવે ગુલાબી કે લાલરંગનો થયો છે.
શહેરના બજારમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવતા મોટી સાઇઝના જામફળ ફ્રૂટ માર્કેટ સહિત રેંકડીઓ દ્વારા વેચાય છે. એક જમાનામાં દેશી જામફળ ક્રિકેટના દડાની સાઇઝના મળતા હતા. જેનો માવો સફેદ હતો પરંતુ હવે ફ્રૂટ બજારમાં મળતા ગુલાબી કે લાલરંગના માવાવાળા જામફળની સાઇઝ મોટી હોવા સાથે વજન પણ ૫૦૦ ગ્રામ કરતા વધુ હોય છે. ડો.ઉમેશ અગ્રવાલે (એમ.ડી, નેચરોપથી)ઉમેર્યું હતું કે જામફળનો ગુણધર્મ ઠંડો હોઇ માનસિક શાંતિ મળે છે. કેલરી-કાર્બોહાઇડ્રેડ-ફાઈબર હોઇ રેચક હોવા સાથે શરીરમાંથી કરમીયા મટાડે છે સ્કીન દુરસ્ત કરે છે. સિંધવ મીઠું ભભરાવીને ખાવાથી ભૂખ ઉઘડે છે. અલબત્ત, કેટલાક તરકટીઓ જામફળનો પાક વધુ ઊતારવા માટે સાઈટોકીનેન અને ઇથેફોનનો ઉપયોગ કરે છે. તદુપરાંત જામફળને ચમકાવવા તેની છાલ ઉપર વેક્સનું કોટિંગ કરે છે. એવા જામફળ પાણીથી સ્વચ્છ કર્યા વગર રોજ-બરોજ વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો પેટમાં ગરમી વધતા મોઢામાં ચાંદા પડી શકે છે, આંતરડામાં કેન્સરનું જોખમ ૮ ટકા વધવાની સંભાવના પણ નકારી શકાતી નથી.
સીતાફળ-કસ્ટર્ડ એપલમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્ષ પ૪ ટકા જેટલું હોય છે. એક જમાનામાં સીતાફળની સાઇઝ નારંગી જેટલી હતી. ત્યારે, પ્રત્યેક સીતાફળનું વજન માત્ર ૧૦૦થીર૦૦ ગ્રામ જેટલું હતું, પરંતુ ઈથિલિનગેસ સહિતના કેમિકલથી પ્રોસેસ કરાતા સીતાફળની સાઇઝ ખૂબજ મોટી થવા સાથે પ્રત્યેક સીતાફળનું વજન પણ ૫૦૦ ગ્રામ કે તેથી વધુ થયું છે. ડાયાબિટીસના દર્દીઓ મર્યાદિત પ્રમાણમાં સીતાફળ આરોગે તો નુકસાન થતું નથી. ડિપ્રેશન ઘટાડવા સાથે હાર્ટ ફંક્શન માટે ફાયદા કારક છે. સીતાફળમાં ફોસ્ફરસ વધુ હોઇ હાડકા માટે ઉપયોગી છે, વિટામિન બી અને કે સાથે રેસાયુક્ત હોઈ કબજિયાત દૂર કરે છે. તદુપરાંત આંતરિક નર્વ સિસ્ટમને મદદરૂપ થાય છે. યંગ જનરેશન માટે મનપસંદ ગણાતા સીતાફળમાંથી બનાવાતા આઇસ્ક્રીમ, બાસુંદી, રબડી, ફાલુદા સહિતની વાનગીઓની બોલબાલા શુભપ્રસંગો-લગ્નસરામાં વધી છે.
લીલા નારિયેળનો ભાવ અધધ !
શહેરમાં લીલા નારિયેળનો ભાવ કોરોનાકાળ પૂર્વે રૂ.૨૦થી૩૦ હતો, કોરોનાકાળ વખતે માગ વધતા ભાવ વધ્યા હતા. ત્યારબાદ પરિસ્થિતી રાબેતા મુજબની થઇ હોવા છતાં કેટલાક વેપારીઓ નાગરિકો પાસેથી લીલા નારિયેળના રૂ.૫૦થી૭૦ વસૂલી ધોળે દહાડે લૂંટતા હોવાની બૂમ ઉઠી છે. લીલા નારિયેળના પાણીમાં ઝીરો કેલરી હોઇ વજન ઘટાડવા ઉપયોગી છે. સ્કીન અને સ્નાયુ માટે અમળત સમાન, પથરી તોડવા સાથે હાઇટ વધારવા પણ ઉપયોગી છે, કેરાલા, મૈસુર, કણાંટક, ચોરવાડ, સોમનાથ, જુનાગઢ સહિત દરિયાકાંઠા વિસ્તારમાંથી આવે છે.(૨૩.૧૪)
રિટેઇલ માર્કેટમાં ભાવ
જામફળ રૂ.૫૦થી ૬૦ના ભાવે કિલો મળે છે. સીતાફળ રૂ.૭૦થી ૯૦ના ભાવે કિલો મળે છે. દાડમ રૂ.૧૫૦થીર૦૦, નારંગી રૂ.૧૦૦ થી ૧ર૦, આંબળા રૂ.૧૨૦થી૧૪૦, શિંગોડા રૂ.૧૦૦થી૧૨૦ના ભાવે સાઇઝ-ક્વોલિટી મુજબ ઉપલબ્ધ હોય છે.
શિંગોડા કંપવાત મટાડવા ઉપયોગી
તળાવમાં ઊગતા શિંગોડા લાલ-લીલા રંગના હોય છે. જેને બાફીને હીરાકણીથી
છાલ કાળી કરવામાં આવે છે. કપવાતમાં ઉપયોગી હોવા સાથે હાડકા મજબુત
કરે છે. ઘુટણનો ઘસારો મટાડવા ઉપરાંત સ્કીનને સુવાળી રાખે છે
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
