<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 605 જગ્યાઓ માટે ભરતી :અરજીની છેલ્લી તારીખ 30 નવેમ્બર

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની કૂલ 605 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું

અમદાવાદ : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં 605 જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી હતી. જેની અરજી પ્રક્રિયા ચાલું છે.હજી પણ જે લાયક અને રસ ધરાવતા ઉમેદાવારોને અરજી કરવાની બાકી હોય એ જરા ઉતાવળ કરે. કારણ કે આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખના આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જીપીએસસીએ વિવિધ પોસ્ટની 605 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2024 રાખેલી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, ભરતી પ્રક્રિયા, નોકરી પ્રકાર, વય મર્યાદા, પદાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ જોઈ લેવી હીતાવહ છે

 

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગપોસ્ટવિવિધજગ્યા605નોકરીનો પ્રકારસરકારીઅરજી કરવાની શરુઆતની તારીખ14-11-2024અરજી કરવાની છેલ્લી તારીખ30-11-2024ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત  જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો

પોસ્ટવર્ગજગ્યાજિલ્લા મેલેરિયા અધિકારીવર્ગ-247મદદનીશ નિયામક (હોમિયોપેથી)વર્ગ-11વહીવટી અધિકારી સામાન્ય રાજ્ય સેવાવર્ગ-26મોટર વાહન પ્રોસિક્યુટરવર્ગ-23કચેરી અધીક્ષકવર્ગ-27મદદનીશ ઈજનેર (સિવિલ)વર્ગ-296નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવાવર્ગ-11મદદનીશ સંશોધન અધિકારીવર્ગ-24આચાર્યવર્ગ-22કાર્યપાલક ઈજનેર(સિવિલ)વર્ગ-111નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)વર્ગ-222મદદનીશ પર્યાવરણ ઈજનેરવર્ગ-2144મદદનીશ કાયદા અધિકારીવર્ગ-23મદદનીશ ઈજનેર (સિવિલ)વર્ગ-2250

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. માટે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે સંસ્થાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી

ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ હસમુખ પટેલે પોતાના સત્તાવાર ટ્વીર હેન્ડલ પર ટ્વીટ કરીને ભરતી અંગે માહિતી આપી હતી.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી 605 જગ્યાઓની ભરતી માટે ઉમેદવારો 14 સપ્ટેમ્બર 2024 બપોરે 13.00 વાગ્યાથી 30 સપ્ટેમ્બર 2024 રાતના 23.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?જીપીએસસીની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો, ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી

 

(12:44 PM IST)