<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

હવે વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા રૂટ પર દોડશે.

પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે નિર્ણય

અમદાવાદ :પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા રૂટ પર દોડશે.

27 નવેમ્બર, 4, 11, 18 અને 25 ડિસેમ્બર 2024 (બુધવાર)ના રોજ વેરાવળથી ચાલનારી ટ્રેન નંબર 19319 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગેરતપુર-આણંદ-ડાકોર-ગોધરા ના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા ગેરતપુર- આણંદ-બાજવા- છાયાપુરી-ગોધરા થઈને ચાલશે. ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

 

(2:32 PM IST)