News of Wednesday, 27th November 2024
ગાંધીનગરમાં કેબીનેટ બેઠક : ટેકાના ભાવ, ખેલકુંભ હોસ્પિટલો માટે નવી માર્ગદશિકા અંગે ચર્ચા

ગાંધીનગર, તા. ૧૭ : આજે રાજય સરકારની કેબિનેટ બેઠક યોજાયેલ છે. જેમાં ખાતરની અછત, મગફળી ખરીદીના મુદ્દે તથા ખ્યાતિ હોસ્પિટલકાંડ પછી તૈયાર થનારી માર્ગદર્શિકાની ચર્ચા પણ કરવામાં આવશે. જેમાં ઇ-કેવાયસીની સમસ્યાનો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં જેમાં વિવિધ મુદ્દાઓને લઇ ચર્ચા વિચારણા કરવામાં આવશે.
બેઠકમાં ટેકાના ભાવે મગફળી ખરીદી સહિતની સમીક્ષા કરાશે. આ ઉપરાંત ખાતરની અછત અંગે ખેડૂતોની ફરીયાદ મુદ્દે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. ખ્યાતિ કાંડ બાદ ખાનગી હોસ્પિટલ માટેની માર્ગદર્શિકા મુદ્દે ચર્ચા કરવામાં આવશે. વધુમાં રેશનકાર્ડના કેવાયસી મુદ્દે લાગતી લાંબી કતારોના કારણોની બેઠકમાં ચર્ચા થશે. અને ખેલ મહાકુંભના આયોજન તથા કાયદો-વ્યવસ્થાની પ્રવર્તમાન પરિસ્થિતિની બેઠકમાં સમીક્ષા કરવામાં આવે તેવા નિર્દેષ છે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
