<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

સાગર સુરક્ષા માટે કાંઠા નજીક રહેતા લોકોને જાસૂસ જેવી તાલીમ આપી છે : અશોક કુમાર યાદવ

સૌરષ્‍ટ્રના સાગર કિનારે ભૂતકાળમાં આરડીએકસ ઉતરેલ અને મુંબઇ બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં ઉપયોગ થયેલ તે ધ્‍યાને રાખી દ્વારકા એસપી નિતેશ પાંડે, એસપી પ્રેમસુખ ડેલું વિગેરે સાથે મળી આખી રણનીતિ ઘડી છે : ગેરકાયદે હથિયાર, ડ્રગ્‍સ પ્રવેશતા રોકવા સ્‍ટેટ, સેન્‍ટ્રલ આઇબી, નાર્કોટીકસ વિભાગ સાથે સંકલન, રાષ્‍ટ્રીય સુરક્ષા ન જોખમાય તેવા માસ્‍ટર પ્‍લાન સાથે ગેરકાયદે દબાણો પર બાજ નજર રાખવામાં આવે છે : દેવભૂમિ દ્વારકા જીલ્લાનું ધાર્મિક મહત્‍વ તેની સંવેદનશીલતા ધ્‍યાને રાખી તમામ અપડેટ અંગે નિયમિત ચર્ચાઓ કરી સુરક્ષા સ્‍કિમ અપડેટ થાય છે. રાજકોટ રેન્‍જના વડા અશોકકુમાર યાદવ સાથે વાતચીત..

રાજકોટ તા.ર૭: દેવભૂમિ દ્વારકા જીલ્લાનું ધાર્મિક મહત્‍વ ધ્‍યાને રાખી આ સંવેદનશીલ જીલ્લામાં મંદિર સુરક્ષા સાથે સાગર સુરક્ષાને પ્રાધાન્‍ય આપવાની પ્રાયોરીટી આપવાનો વણલખ્‍યો નિયમ બનાવ્‍યો છે તેમ દ્વારકા જીલ્લાના ઇન્‍સપેકશન માટે દ્વારકા પહોંચેલા રાજકોટ રેન્‍જ આઇજી અને ઉતર સૌરાષ્‍ટ્રના રાજકોટ, મોરબી,જામનગર,સુરેન્‍દ્રનગર જીલ્લા સાથે દેવભૂમિ દ્રારકા જીલ્લાની સંવેદનશીલતા ધ્‍યાને રાખી રાજય સરકારે જેમની ખાસ પસંદગી કરી છે તેવા રાજકોટ રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.

અત્રે એ યાદ રહે કે દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર રાજકોટ, જામનગર જિલ્લામાં આવેલ વિશાળ  દરિયાઇ કાંઠો ધ્‍યાને રાખી અને ભૂતકાળમાં  જે રીતે પોરબંદર દરિયા કિનારે આરડીએકસ મુંબઈ બ્‍લાસ્‍ટ માટે ઉપયોગમાં લેવાયેલ તે તમામ બાબતોનો અશોક કુમાર યાદવે અભ્‍યાસ કરી અને વિશેષ વિગતો અને જાણકારી મેળવી ઉપરોકત વિસ્‍તારમાં લોકોના સહયોગથી અને ખાસ કરી દેવભૂમિ દ્વારકાના   એસપી નિતેશ પાંડે અને જામનગર એસપી પ્રેમસુખ ડેલુ સાથે વિશેષ ચર્ચા કરી ગોઠવી દરિયા કાંઠા નજીક રહેતા લોકોને જાસૂસ જેવી તાલીમ આપી ફૂલપ્રુફ સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવા પ્રયાસ કર્યા છે.

અશોક કુમાર યાદવે વિશેષમાં જણાવેલ કે સ્‍ટેટ આઇબી, સેન્‍ટ્રલ આઇબી સહિતની એજન્‍સીઓ સાથે હું તથા ખાસ અમારા એસપી કોન્‍ટેક્‍ટમાં રહી ઇનપુટ મેળવે છે, જે આધારે એને સુરક્ષા નીતિ અપડેટ કરીએ છીએ . ગેર કાયદે હથિયાર, બનાવટી નોટો હોય કે ડ્રગ્‍સ આ તમામ બાબતે ત્રાસવાદ વિરોધી દળની સાથે સાથે નાર્કોટિક્‍સ બ્‍યુરો સાથે પણ સંકલન નીતિ રાખી છે, વિદેશમાં પણ બાતમી વર્તુળો ઊભા થાય તે માટે ખાસ સ્‍કિમ ત્‍યાર કરી છે, ગેર કાયદે દબાણો ન થાય તે માટે પણ લોકોના સહયોગથી વોચ રાખવામાં આવે છે .રાષ્‍ટ્રીય સુરક્ષા માટે કોઇપણ ખતરારૂપ બાબતે તુરંત માહિતી મળે તે પ્રકારનું નેટવર્ક ઉભુ કરવા તમામ જિલ્લા પોલીસવડા સક્રિય ભૂમિકા ભજવે છે.

(3:20 PM IST)