<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

હજારો કરોડનું કૌભાંડ : ઉત્તર ગુજરાતમાં અડધો ડઝન સ્‍થળે સીઆઈડી ક્રાઈમ તૂટી પડી...

ગુજરાતભરમાં ૭ જગ્‍યાએ સીઆઈડી ક્રાઈમ પોલીસે દરોડા પાડયા છે. આ દરોડા બીઝેડ ફાયનાન્‍સીયલ સર્વિસીઝ ઉપર દરોડા પડયા છે. ‘બી ઝેડ' ગ્રુપની અલગ અલગ કંપની પર દરોડા પડયાનું ન્‍યુઝ ચેનલો જણાવે છે. આ અહેવાલ મુજબ ૬ હજાર કરોડનું કૌભાંડ હોવાની આશંકા સેવાઈ રહી છે. ઉંચા વળતરની લાલચે કરાવાયુ રોકાણ : કંપનીના સીઈઓ ભુપેન્‍દ્રસિંહ ઝાલા પર તપાસનો સકંજો : નનામી અરજીના આધારે સીઆઈડી ક્રાઈમ પોલીસના દરોડા પડયાના અહેવાલો ન્‍યુઝ ૧૮ ટીવી ચેનલમાં પ્રસારીત : ઓફીસના એજન્‍ટો પાસે રોકડ રકમ મળ્‍યાનો ખુલાસો : રોકાણકારો પાસેથી ૬ હજાર કરોડ જેવી જંગી રકમો ઉઘરાવવામાં આવ્‍યાનો અંદાજ : ગુજરાત અને રાજસ્‍થાનમાં ઓફીસો ખોલવામાં આવી : સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં હિંમતનગર, વીજાપુર, મોડાસામાં દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધરાયુ : હિંમતનગરમાં આવેલ ઓફીસમાં મોડે સુધી સર્ચ ઓપરેશન ચાલુ હતુ : ઓફીસમાં એજન્‍ટો પાસેથી રોકડ મળ્‍યાની વાતો બહાર આવી છે : વિશેષ વિગતો મેળવાઈ રહી છે : અરવલ્લી, સાબરકાંઠા, હિંમતનગર, વીજાપુર, મોડાસા, વડોદરા વગેરેમાં દરોડા ચાલુ છે.

(4:02 PM IST)