<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના તમામ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 30 નવેમ્બર સુધીના આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાયા છે. ઝડપાયેલ પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે પાંચેય આરોપીને ઝડપ્યા હતા.


 

(8:32 PM IST)