<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

રાજપીપળાથી ચિત્રાવાડી, હનુમાન ધરમેશ્વર મંદિરનો રસ્તો ખુલ્લો કરવા માંગ

અંકલેશ્વર રાજપીપળા બ્રોડગેજ રેલવે લાઈન નાખતા આં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, વર્ષોથી રેલવે બંધ છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજવી નગરી રાજપીપળા ખાતે વર્ષો પહેલા અંકલેશ્વરથી રાજપીપળા ટ્રેન અંગ્રેજો વખતે ચાલુ કરવામાં આવી હતી. બાદમાં રેલવે મિનિસ્ટર નારણ રાઠવાની ભલામણથી 800 કરોડના ખર્ચે નવી રેલવે લાઈન નંખાઇ, રેલવેના કારણે રાજપીપળાથી ચિત્રાવાડી ગામનો અને 450 વર્ષ જૂનું પૌરાણિક મંદિર હનુમાન ધરમેશ્વર મંદિર જવાનો માર્ગ બંધ થઈ ગયો, બાદમાં પોઇચા વાળો રસ્તો ખુલ્લો કરવા  ગળનાળું બનાવતા ફરીને જવા માટેનો રસ્તો મળ્યો પણ એમાં 2 થી 3 કિલોમીટર ફરીને જવું પડતું હોય લોકોએ એ પણ સ્વીકાર્યું પરંતુ હાલ સરકારે ઘણા સમયથી રાજપીપળા અંકલેશ્વર રેલવે બંધ કરી દીધી છે. હાલમાં કોઈ ટ્રેન આવતી નથી. પંરતુ રસ્તો હજુ પણ બંધ છે. જો આં રસ્તો હાલ ખુલ્લો કરવામાં આવે તો હનુમાન ધર્મેશ્વર મંદિરે જતા ભક્તોને અવર જવર કરવામાં સરળતા થઇ જાય માટે રેલવે વિભાગ ચિત્રાવાડી વાળો રસ્તો ખુલ્લો કરે એવી માંગ ઉઠી છે.

  આ બાબતે હનુમાન ધરમેશ્વરનાં મહંતે જણાવ્યું હતું કે હનુમાન ધરમેશ્વર મંદિર 450 વર્ષ જૂનું અને હરસિધ્ધિ માતાજી સાથે ઉજ્જેંથી તેમની સુરક્ષા માં આવેલા વીર વહેતાલજી નું પૌરાણિક મંદિર છે. રેલવે ટ્રેક નાખ્યો જેમાં આં રસ્તો બંધ થઈ ગયો ભક્તો ને અને અમારે અવર જવર માટે ખૂબ તકલીફ પડે છે. આં વિસ્તારોમાં ખેતરો હોય ખેડૂતો ને પણ તકલીફ પડે છે.સાથે ચિત્રાવાડી મોટું ગામ હોય ગામલોકો ને પણ ખૂબ તકલીફ પડે છે.તો હાલ ટ્રેક બંધ હોય સરકારે રેલવે લાઈન બંધ કરી દીધી છે માટે આં રસ્તો રેલવે વિભાગ ખુલ્લો કરે એવી અમારી વિનમ્ર માંગ છે. જો કેવડીયા રાજપીપળા અંકલેશ્વર રેલવે લાઈન ચાલુ થાય ત્યારે રસ્તો બંધ કરી દેવશે તો વાંધો નહિ.

(12:46 AM IST)