<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

પોઇચા નદી કિનારે રેતી લીઝની પેઢીમાં પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરી વિશ્વાસઘાત કરનાર બે સામે ફરિયાદ

ભાગીદારી પેઢીમાં ફેરફાર કરવા ફરીયાદીની ખોટી સહી કરી, વડોદરામાં આવેલ એડવોકેટ એન્ડ નોટરીને રૂબરૂ રજુ કરી પાવરનો દુરૂપયોગ કરી, ખોટો દસ્તાવેજ બનાવ્યો હોવાની ફરિયાદ:પેઢીના ભાગીદારોમાં ફેરફાર કરી ફરીયાદીને ભાગીદારી પેઢીમાંથી દુર કરી, પેઢી પોતાના નામે કરી ફરીયાદી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કર્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લામાં બેફામ અને બે રોકટોક રેતી ખનન થઈ રહ્યું હોવાનો વિસ્ફોટ સાંસદ મનસુખભાઇ વસાવાએ પણ કર્યો જેમાં તંત્રના અધિકારીઓની મીલીભગતના આક્ષેપ પણ કર્યા છે ત્યારે હાલમાં એક રેતી લીઝ ની પેઢીમાં ભાગીદારોએ વિશ્વાસઘાત કર્યો હોવાની પોલીસ ફરિયાદ દાખલ થતાં લીઝ માફીયાઓમાં અને ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે

    પ્રાપ્ત માહિતી અનુસાર રસિકભાઇ વ્રજલાલ રૂપાપરા (રહે.બી.૧૦૧, લક્ષ્મી રેસીડેન્સી, ગજેરા સ્કુલ પાસે, સુરત શહેર )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ(૧) ગોપાલભાઇ ભુરાભાઇ ઓડીચ (રહે. પ્લોટ નંબર.૧, યાદવ નગર, ખોડીયાર મંદિરની સામે, શિણાઇ ગામ તા.ગાંધીધામ જિલ્લો. કચ્છ) ને રસિકભાઈ એ સને ૨૦૧૯ માં વૃદાવન મેટલ સપ્લાયર્સ નામની ભાગીદારી પેઢીના વહીવટી સંચાલનની સરળતા માટે પાવર ઓફ એટર્ની કરી આપેલ હોય જેનો દુરૂપયોગ કરી (૨) ઉમંગભાઇ ભાયાભાઈ પીઠીયા( રહે.બ્લોક નંબર-૪, રાજ લક્ષ્મી પાર્ક. મોતીબાગ, જુનાગઢ) નાઓ સાથે મળી ગુનાહિત કાવતરૂ રચી ભાગીદારી પેઢીમાં ફેરફાર કરવા માટે રસિકભાઈની ખોટી સહી કરી, તા.૨૮/૧૧/૨૦૨૨ ના રોજ વડોદરા ખાતે આવેલ એડવોકેટ એન્ડ નોટરી કૌશિક જી.ગેડિયાની રૂબરૂ રજુ કરી પાવરનો દુરૂપયોગ કરી, ખોટો દસ્તાવેજ બનાવી, રજીસ્ટર ઓફ ફર્મની કચેરી વડોદરા ખાતે રજુ કરી વૃદાવન મેટલ સપ્લાયર નામની ભાગીદારી પેઢીના ભાગીદારોમાં ફેરફાર કરી રસિકભાઈ ને ભાગીદારી પેઢી માંથી દુર (રિટાયર્ડ) કરી આ પેઢી આ બંનેના પોતાના નામે કરી રસિકભાઈ સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે ગોપાલભાઈ અને ઉમંગભાઈ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
 સાંસદ દ્વારા અધિકારીઓ અને બેરોકટોક રેતી ખનન કરતા માફીયાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાત આવતી હોવા છતાં નર્મદા સહિતના જીલ્લાઓમાં ખનન ચાલુ જ હોય તો આવા અધિકારીઓ અને માફિયાઓની વિજિલન્સ તપાસમાં કોલ ડીટેલ અને અન્ય પાસા તપાસ થવા જોઇયે અને એસીબી દ્વારા તપાસ કરી આ તમામ ની આવક સામે સંપતિ ની પણ તપાસ જરૂરી જણાય છે


 

(12:54 AM IST)