News of Thursday, 28th November 2024
સીરિયલ કિલર મૃતદેહો સાથે સૂતો હતો : ૨૫ દિવસમાં પાંચ હત્યાઓ કરી : વિદ્યાર્થિનીની હત્યા બાદ લાશ પર બળાત્કાર ગુજાર્યો હતો
વલસાડમાં એક વિદ્યાર્થીનીની હત્યા અને બળાત્કારના કેસમાં ધરપકડ કરાયેલા ‘સિરિયલ કિલર' રાહુલ જાટ વિશે પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા

વલસાડ, તા.૨૮: ગુજરાતના વલસાડમાં વિદ્યાર્થીની પર બળાત્કાર અને હત્યાના ગુનામાં પકડાયેલા આરોપી રાહુલ જાટે પોલીસ પૂછપરછ દરમિયાન ૨૫ દિવસમાં પાંચ હત્યાની કબૂલાત કરી છે. તેણે જણાવ્યું કે હત્યા બાદ ઘણી વખત તે મળતદેહ સાથે સૂઈ જતો હતો.
પોલીસે તેને ૫ ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર લીધો છે. રાહુલ હરિયાણાના રોહતકનો રહેવાસી છે અને તેની વિરુદ્ધ રાજસ્થાન અને યુપીમાં એક ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે. એક અધિકારીએ જણાવ્યું કે વિદ્યાર્થીની હત્યાના એક દિવસ પહેલા રાહુલે તેલંગાણાના સિકંદરાબાદમાં લૂંટ દરમિયાન એક મહિલાની હત્યા કરી હતી. ઓક્ટોબરમાં તેણે મહારાષ્ટ્રના સોલાપુર રેલવે સ્ટેશન પાસે એક મહિલા પર બળાત્કાર કરીને તેની હત્યા કરી હતી. આ પહેલા બંગાળના હાવડા સ્ટેશન પર લૂંટ બાદ એક વળદ્ધની છરી વડે હત્યા કરવામાં આવી હતી. આ સિવાય કર્ણાટકના મુલ્કી સ્ટેશન પર નજીવી તકરારમાં એક મુસાફરની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ગુનેગાર રાહુલ જાટ હરિયાણાના રોહતકનો રહેવાસી છે. જુદા જુદા રાજ્યોમાં ગુના કર્યા બાદ તે સતત પોતાનુ લોકેશન બદલતો રહેતો હતો. તેણે ચાર રાજ્યો (કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને મહારાષ્ટ્ર)માં લૂંટ અને હત્યાઓ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર તે ટ્રેન અને રેલવે સ્ટેશન પર ગુનાઓ આચરતો હતો. આ મામલે વલસાડના એસપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે અનેક રાજ્યોની પોલીસ અને મોટાપાયે સર્ચ ઓપરેશનના કારણે આ ધરપકડ શકય બની છે.
પોલીસે જણાવ્યું કે વલસાડમાં રહેતો B.Comનો વિદ્યાર્થી ૧૪ નવેમ્બરે ટયુશનથી ઘરે પરત ફરી રહયો હતો. ત્યારબાદ એક નિર્જન વિસ્તારમાં રાહુલ તેને ઝાડીઓમાં ખેંચી ગયો હતો અને તેના પર બળાત્કાર કર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરી હતી અને ત્યાંથી જતો રહયો હતો. થોડા સમય પછી, સાયકો કિલર પાછો આવ્યો અને મળતદેહ પર પણ બળાત્કાર કર્યો.
સિરિયલ કિલરની ધરપકડ કરવામાં રેલવે ટ્રેક અને પાર્કિંગ એરિયા પાસેના સીસીટીવી કેમેરાના ફૂટેજ મહત્ત્વના સાબિત થયા હતા. જ્યારે તેની શોધખોળ શરૂ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આરોપી અગાઉ ચોરીના ગુનામાં પકડાઈ ચૂકયો છે અને તેને સુરતની લાજપોર જેલમાં રાખવામાં આવ્યો છે. મે મહિનામાં જામીન પર બહાર આવ્યો હતો.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
