<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

ઉપલા અધિકારીઓના ત્રાસથી રેલ્‍વે કર્મચારીએ જીવ આપી દીધો

બિહારથી અમદાવાદ રેલ્‍વેમાં ફરજ બજાવવા આવ્‍યો હતો

અમદાવાદ : અમદાવાદમાં એક રેલવે અધિકારીએ ઝેરી દવા પીને આત્‍મહત્‍યા કરી છે. તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટમાં ઉપલા અધિકારીઓ તેમને હેરાન પરેશાન કરતા હતા. તેથી રેલવે એધિકારીએ આત્‍મહત્‍યા કરી હતી. આત્‍મહત્‍યા કરતા જ નજીકના પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવામાં આવી હતી. અને રેલવે અધિકારીની લાશ પોલીસ દ્વારા પીએમ ખાતે લઈ જવામાં આવી હતી. અને પોલીસ સુસાઈડ નોટ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અમદાવાદમાં સુસાઈડના કિસ્‍સો વધતા જતા હોય છે. તે ભાગરૂપે બિહારમાંથી અમદાવાદ ખાતે રેલવે પોઈન્‍ટ  તરીકે નોકરી કરતા ધર્મેન્‍દ્રકુમાર પોતાના ઘરમાં ઝેરી દવા પીને આત્‍મહત્‍યા કરી હતી. જ્‍યારે તેની પરિવાર દ્વારા જાણ કરવામાં આવી ત્‍યારે પરિવારમાં આભ ફાટી પડ્‍યુ હતુ.

અમદાવાદ ખાતે ઝખવાડા ખાતે રેલવે પોઈન્‍ડને ફરજ બજાવતા અધિકારી ધર્મેન્‍દ્રકુમારે આત્‍મહત્‍યા કરી હતી. તેમની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી તેમાં લખ્‍યુ હતુ કે મારા ઉપલા અધિકારીઓ મને હેરાન પરેશાન અને મને ખોટા કેસમાં ફસાવાની વાત કરે છે. જેથી હું માનસિક રીતે પરેશાન થઈ ગયો છું. તેના કારણે રેલવે અધિકારીએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્‍યુ હતુ.

બિહારથી અમદાવાદ રેલવેમાં નોકરી કરતા આવેલો ધર્મેન્‍દ્રકુમારે પોતાનું ઉપલા અધિકારીઓના ત્રાસથી પોતાનું જીવન ટુંકાવ્‍યુ હતુ.

આ વાતની જાણ જ્‍યારે પોતાના પરિવારને થતા પરિવારમાં શોંકની લાગણી પ્રસરી ગઈ હતી. અને પોલીસ દ્વારા કયા ઉપલા અધિકારીના લીધે ધર્મેન્‍દ્રકુમારે આત્‍મહત્‍યા કરી છે. તેની તપાસ કરવામાં આવશે. હાલમાં ધર્મેન્‍દ્રકુમારનું લાશને પીએમ ખાતે લઈ જવામાં આવી છે.

 

(2:21 PM IST)