<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

૩ હજાર વાહનો જપ્ત...આખા શહેરની પોલિસને રોડ પર ઉતરી...

અમદાવાદમાં ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર અજય ચોધરી, સેકટર વડા નીરજ બડ ગુજ્જર ટીમે ઇતિહાસ સર્જી દીધો, અભૂતપૂર્વ સપાટો... રીઢા ગુનેગારોનો મેળો યોજયો..દરેક પોલિસને સારી રીતે ઓળખાવ્‍યા. રડારમાં રહેલ અપરાધીઓ માટે જવાબદારી ફિક્ષ , મુખ્‍ય પોલીસ વડાનાં મેન્‍ટર પ્રોજેકટ ગુજરાતનમાં આગળ વધ્‍યો..... એસીપી યુવરાજસિંહ ગોહિલ, પીઆઇ એસ.એસ.સોલંકી, પીઆઇ પી. સી.દેસાઇ, પીઆઇ જે. જી. રાવત દ્વારા કાબિલે દાદ કામગીરી. જાતે કાળા કાચ દૂર કરનાર ઇન્‍ચાર્જ સીપી મોડી રાતે સૂસવાટા મારતી ઠંડીમાં રાત્રે ગરીબ માણસોને જાતે ધાબળા ઓઢાડે છે

રાજકોટ તા.ર૮: અમદાવાદ શહેરમાં રાહદારીઓનાં જીવ જોખમાઈ તે રીતે વાહન ચલાવી અને ધણા કેસોમાં તો નશાની હાલતમાં વાહન ચલાવી હાહાકાર સર્જનાર  અને પ્રજાને પીડનાર તત્‍વો સામે ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર અજય ચોધરીએ આખા શહેરની પોલિસને રોડ પર ઉતારી સદ્યન ચેકીંગ હાથ ધરી હતી. અંદાજે ૩ હજાર જેટલા વિક્રમસર્જક વાહનો કબ્‍જે કરી લેતા ફફડાટ મચી ગયો છે, પોલીસ મથકો પણ વાહનના ઢગલા થવા માંડયા છે. આ કાર્યવાહીમાં ખુદ ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર સામેલ થવાથી પોલીસ અદ્યિકારીઓ સ્‍ટાફ પણ ઉત્‍સાહભેર જંગે ચઢયા છે.       

 ઇન્‍ચાર્જ સીપી દ્વારા મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાયની રીઢા અપરાધીઓને પોલીસ ઓળખે, તે રીતે આયોજન થતાં મિલકત વિરોધી ગુન્‍હાઓ આચરતા રીઢા ગુનેગારો પર એક એક પોલીસને વ્‍યક્‍તિગત જવાબદારી સુપરત કરવાના અભિયાનનો અમલ પૂરજોશમાં શરૂ કરાવ્‍યો છે. જે ડિવિઝન હેઠળના વિસ્‍તારમાં જોઇન્‍ટ સીપી નિરજ બડ ગુજર અને ડીસીપી રવિ સેનીના નેતૃત્‍વમાં એસીપી પ્રદીપસિંહ જાડેજા ટીમે કાબિલેદાદ કામગીરી પછી હવે કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલ ટીમ દ્વારા પણ ઇન્‍ચાર્જ સીપી અજય ચોધરી અને જોઇન્‍ટ સીપી નીરજ બડ ગુજ્જર દ્વારા નક્કી કરેલ રણનીતિ મુજબ કાર્યવાહી આરંભી છે.

અજય ચોધરી દ્વારા રાજયના મુખ્‍ય પોલિકસ વડાનાં ડ્રીમ પ્રોજેક્‍ટ સમાં મેન્‍ટર પ્રોજેક્‍ટની અમલવારી જોશભેર શરૂ કરી છે, જે ડિવિઝન પછી કે ડિવિઝન એસપી યુવરાજસિંહ ગોહિલનાં નેતૃત્‍વમાં કાગડાપીઠ પોલીસ મથકના પીઆઇ એસ.એસ.સોલંકી, નારોલ પીઆઇ પી.સી.દેસાઇ, દાણીલીમડા પીઆઇ  જે.જી.રાવત સહિતની ટીમ દ્વારા મિલકત વિરોધી ગુન્‍હા તથા નાર્કોટિક્‍સ ગુન્‍હાની ટેવ ધરાવતા આરોપીઓનાં મેળા જેવું યોજવામાં આવેલ.અને દરેક પોલીસ આ લોકોને સારી રીતે ઓળખી શકે તેવું કાર્ય કરેલ.અને આવા હર્ડકોર ક્રિમીનલની જવાબદારી એક પર એકની નક્કી કરેલ.

અજય ચોધરી આ બધી પ્રવૃત્તિઓ સાથે શિયાળાની કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર રહેતા લોકોને જાતે ધાબળા ઓઢાડયા હતા, ખુદ પોલીસ કમિશનર દ્વારા આવી માનવીય પ્રવૃતિની ખૂબ મોટી નોંધ લેવામાં આવી છે.

(2:23 PM IST)