<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

સુરક્ષા ડાયગ્નોસ્‍ટિક લિમિટેડનો આઇપીઓ કાલે ખુલશેઃ મંગળવારે બંધ

(કેતન ખત્રી)અમદાવાદઃ તા. ર૮સુરક્ષા ડાયગ્નોસ્‍ટિક લિમિટેડ શુક્રવાર, ૨૯ નવેમ્‍બર, ૨૦૨૪ના રોજ ઇક્‍વિટી શેર્સના આઈપીઓ ખોલવાની દરખાસ્‍ત કરે છે. એન્‍કર ઇન્‍વેસ્‍ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા ગુરુવાર, ૨૮ નવેમ્‍બર, ૨૦૨૪ છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ મંગળવાર, ૩ ડિસેમ્‍બર, ૨૦૨૪ છે.ઓફરનો ંપ્રાઇઝ બેન્‍ડ ઇક્‍વિટી શેર દીઠ રૂ. ૪૨૦થી રૂ. ૪૪૧ પર ફિક્‍સ કરવામાં આવ્‍યો છે. બિડ્‍સ લઘુતમ ૩૪ ઇક્‍વિટી શેર્સ અને ત્‍યારપછી ૩૪ ઇક્‍વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન ૬(૧) સાથેના અનુપાલનમાં અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન ૩૧ સાથે વાંચતા અને એસસીઆરઆરના નિયમ ૧૯(૨) (બી)ના સંદર્ભે બુક બિલ્‍ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે.આઈસીઆઈસીઆઈ સિકયોરિટીઝ લિમિટેડ, નુવામા વેલ્‍થ મેનેજમેન્‍ટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્‍સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(3:40 PM IST)