<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

આઇસીડીસ દસ્ક્રોઈ ઘટક -૧ જેતલપુર સેજાના ગામડી ગામે આંગણવાડીના લોકાર્પણ તેમજ ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : આઇસીડીસ દસ્ક્રોઈ ઘટક -૧ જેતલપુર સેજાના ગામડી  ગામે આંગણવાડીના લોકાર્પણ તેમજ ખાતમુર્હુત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ કંચન બા વાઘેલા, ધારાસભ્ય  બાબુભાઈ જમનાદાસ પટેલ, કાર્યક્રમ આગણવાડીમાં જેને માત્તબર દાન આપી અને આંગણવાડીને ઉભી કરી છે તેવા જયાબાના પરિવાર, icds કમિટીના ચેરમેન ભાવનાબેન તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ ગામડી ગ્રામપંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

   આંગણવાડી જેમના થકી ઊભી થઈ છે તેવા જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, પોગ્રામ ઓફિસર, સીડીપીઓના સહિયારા પ્રયાસથી આજે આ ઉમદા કાર્ય થઈ રહ્યું છે. જ્યાં ગામડીમાં કુલ બે આંગણવાડી જયાબા પરિવાર અતુલભાઇ પટેલ દ્વારા તેમના પોતાના ખર્ચે તૈયાર કરેલ  ગામડી -૧  નવનિર્માણ કરી આંગણવાડી ભૂલકાઓને સમર્પિત કરેલ છે સાથે સાથે ગામડી -૨ આંગણવાડી નું આજે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

   અંદાજિત  15 થી 17  લાખ જેટલો ખર્ચ જયાબા પરિવાર  દ્વારા  આંગણવાડીના બે મકાન તૈયાર કરી આપવામાં આવ્યા છે તો આ પરિવારનું આઇસીડીએસ વિભાગ રૂણી રહેશે. સી.એસ.આર. અને સંસ્થાઓ દ્વારા તો બનાવવામાં આવી છે પણ વ્યક્તિગત એક પરિવાર દ્વારા આંગણવાડી બનાવવામાં આવી હોય તેવું દસક્રોઈ તાલુકાનું આ પ્રથમ ઉમદા ઉદાહરણ આ જ્યાબા પરિવારે પૂરું પાડ્યું છે.આ બાબત ધ્યાને લઇ ICDS દસ્ક્રોઈ 1 પરિવાર તેમનો ઋણી રહેશે

(6:55 PM IST)