News of Thursday, 28th November 2024
ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ ગુજરાત મેડિકલ કાઉન્સિલનું આકરું પગલું :ડો. પ્રકાશ વઝિરાણીનું લાયન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
કારોબારી સમિતિ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલની જનરલ બોડી દ્વારા ડો. પ્રકાશ વઝિરાણી સામે પગલા લેવા અંગે સર્વાનુમતે નિર્ણય

અમદાવાદ : ખ્યાતિ હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવ્યા બાદ દર્દીઓના મોત બાદ PMJAY યોજનાનો ખોટો આર્થિક લાભ લેવાના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જે મામલે ડો. પ્રશાંત વઝિરાણી સહિત પાંચ સામે ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કાઉન્સિલ દ્વારા ડો. પ્રકાશ વઝિરાણીનું તબીબી તરીકેનું લાયસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
ગત 14 નવેમ્બરના રોજ ગાંધીનગર સ્થિત તબીબી સેવાના અધિક નિયામક જવાબદાર તબીબી પ્રેક્ટિશનરો સામે જરૂરી પગલાં લેવા અંગે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પત્ર લખવામાં આવ્યો હતો. તેમજ કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલા સુઓમોટો સંજ્ઞાનને ધ્યાનમાં લઇને ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિના સભ્યોને સાંભળ્યા પછી અને તેના પર વિચારણા કરવામાં આવી હતી. જે અનુસંધાને કારોબારી સમિતિ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલની જનરલ બોડી દ્વારા ડો. પ્રકાશ વઝિરાણી સામે પગલા લેવા અંગે સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે.
આ નિર્ણય અનુસાર, અમદાવાદની ખ્યાતી હોસ્પિટલના ડો. પ્રશાંત વઝિરાણીને ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1967ની કલમ 22(1)(b)(i) દ્વારા આપવામાં આવેલું M.B.B.S, M.D. અને D.N.Bનું લાયન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તમને ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા અસલ નોંધણી પ્રમાણપત્ર જરૂરી સમર્થન માટે સમર્પિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી તાલુકાના બોરિસણા ગામમાં મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં 19 જેટલા દર્દીઓને અમદાવાદ સ્થિત હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને આ દર્દીઓની એન્જીયોગ્રાફી કરાઈ હતી. જેમાંથી સાત જેટલા દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવ્યા બાદ બે દર્દીના મોત નીપજ્યા હતા. જે મામલે ગ્રામજનો અને પરિવારજનો દ્વાર હોસ્પિટલમાં તોડફોડ કરી હોબાળો મચાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે તપાસ હાથ ધરાતા હોસ્પિટલ દ્વારા PMJAY યોજના હેઠળ ખોટી આર્થિક લાભ લેવા આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે હોસ્પિટલના ટ્રસ્ટી, સંચાલક તથા ડોક્ટર સામે ફરિયાદ નોંધાઈ હતી
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
