<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

હિંમતનગરમાં સતત ત્રીજા દિવસે CID ક્રાઈમની તપાસનો ધમધમાટ

ઝાલાનગર-ભૂખ્યાડેરા ગામે CIDની ટીમે આરોપી ભૂપેન્દ્ર ઝાલાની વૈભવી કાર સીઝ કરી :ઘરમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું

સાબરકાંઠાના હિંમતનગરમાં સતત ત્રીજા દિવસે CID ક્રાઈમની તપાસનો ધમધમાટ જોવા મળ્યા. BZ ગ્રુપના કૌભાંડને લઈને ચાલી રહેલી તપાસમાં ઝાલાનગર-ભૂખ્યાડેરા ગામે CIDની ટીમે આરોપી ભૂપેન્દ્ર ઝાલાની વૈભવી કાર સીઝ કરી. ગાડીઓ જપ્ત કરીને CIDની ટીમે ભૂપેન્દ્ર ઝાલાના ઘરમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે.

નાગરિકોની પરસેવાની કમાણીને કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કેવી રીતે પોતાની ઐયાસીમાં ઉડાડતો હતો, તેના જીવતા પુરાવા સામે આવ્યા છે.. ભૂપેન્દ્ર ઝાલા વૈભવી અને મોંઘીદાટ કારનો શોખીન હતો

(9:29 PM IST)