<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

નલિયા કરતા વડોદરા અને અમરેલીમાં ઠંડી વધુ :લઘુતમ તાપમાન 15 ડિગ્રી નીચે : જાણો અન્ય શહેરોનું તાપમાન

ડીસા અને કેશોદમાં 14.3 ડિગ્રી, વડોદરામાં 14.8 અને રાજકોટમાં 14.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

અમદાવાદ : ગુજરાતમાં ધીમે ધીમે શીયાળાની ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જોકે નવેમ્બર પૂરો થવા આવ્યો હોવા છતાં પણ જોઇએ તેવો ઠંડીનો ચમકારો જોવા મળ્યો નથી. ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાન અનુસાર નલિયા કરતા વધુ ઠંડી વડોદરા અને અમરેલીમાં અનુભવાઈ છે. આ બન્ને શહેરોમાં લઘુત્તમ પારો 15 ડિગ્રી કરતા ઓછો નોંધાયો છે. 

  વડોદરામાં 14.1 અને અમરેલીમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં.

  રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 34 ડિગ્રી, કંડલા પોર્ટમાં 33.9, ભુજમાં 33.7, ડીસામાં 33.3, સુરેન્દ્રનગરમાં 33.3, વેરાવળમાં 33.1, રાજકોટમાં 33, દ્વારકામાં 32.7, અમદાવાદમાં 32.5, ગાંધીનગરમાં 32.4, પોરબંદરમાં 32.4, કેશોદમાં 32, સુરતમાં 31.8, વલ્લભ વિદ્યાનગરમાં 31.7, ભાવનગરમાં 31.6, વડોદરામાં 31.4, મહુવામાં 31 અને ઓખામાં 29.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

   ગત રાત્રે રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો વડોદરામાં 14.1 ડિગ્રી, અમરેલીમાં 14.3, કેશોદમાં 14.5, પોરબંદરમાં 15, રાજકોટમાં 15, નલિયામાં 15.4, ગાંધીનગરમાં 15.7, ડીસામાં 15.8, મહુવામાં 16.3, ભાવનગરમાં 16.4, અમદાવાદમાં 16.5, સુરેન્દ્રનગરમાં 17, વલ્લભ વિદ્યાનગરમાં 18.2, ભુજમાં 19, સુરતમાં 19.3, કંડલા પોર્ટમાં 19.6, દ્વારકામાં 20.8, વેરાવળમાં 20.8 અને ઓખામાં 23 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

(9:30 PM IST)