News of Thursday, 28th November 2024
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગરમાં 1625 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 41 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 41 માર્કેટ યાર્ડમાં કુલ 6,763.63 ટન મગફળીની આવક: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : ગુજરાતની 41 માર્કેટ યાર્ડમાં કુલ 6,763.63 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગરમાં માર્કેટ યાર્ડમા 1625 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1258 રૂ. અને નીચો ભાવ 920 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ભાવનગરમાં 1609 રૂ., ડીસામાં 1585 રૂ., વ્યારામાં 1500 રૂ., હિંમતનગરમાં 1471 રૂ., વડાલીમાં 1357 રૂ., ગોંડલમાં 1236 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,763.63 ટન મગફળીની આવક થઇ છે.

(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
