<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

વલસાડ-ભગતની કોઠી અને બાંદ્રા ટર્મિનસ-બારમેર એક્સપ્રેસને સુપરફાસ્ટ ટ્રેનોમાં રૂપાંતરિત કરાશે

મુસાફરોને વધુ સારી સુવિધા આપવા સુપરફાસ્ટ ટ્રેન તરીકે દોડાવાશે : હવે આ ટ્રેનોને નવા નંબર આપવામાં આવશે

અમદાવાદ : મુસાફરોને વધુ સારી સુવિધા આપવા માટે, વલસાડ-ભગત ની કોઠી અને બાંદ્રા ટર્મિનસ-બારમેર એક્સપ્રેસને સુપરફાસ્ટ ટ્રેનોમાં રૂપાંતરિત કરવામાં આવશે. હવે આ ટ્રેનોને નવા નંબર આપવામાં આવશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોમાં ફેરફારોની વિગતો નીચે મુજબ છે

ટ્રેન નંબર 19009/19010 બાંદ્રા ટર્મિનસ - બાડમેર હમસફર એક્સપ્રેસ (સાપ્તાહિક)ના ટ્રેન નંબરમાં ફેરફાર
ટ્રેન નંબર 19009 બાંદ્રા ટર્મિનસ - બાડમેર હમસફર એક્સપ્રેસને 03 જાન્યુઆરી, 2025થી નવો નંબર 21901 આપવામાં આવશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 19010 બાડમેર - બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસને 04 જાન્યુઆરી, 2025 થી નવો નંબર 21902 આપવામાં આવશે.

ટ્રેન નંબર 19055/19056 વલસાડ - ભગતની કોઠી એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેન નંબર 19055 વલસાડ - ભગત કી કોઠી એક્સપ્રેસના ટ્રેન નંબરમાં ફેરફાર 07 જાન્યુઆરી, 2025 થી અમલમાં આવતા નવો નંબર 22991 આપવામાં આવશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19056 ભગત કી કોઠી-વલસાડ એક્સપ્રેસને 08 જાન્યુઆરી, 2025થી નવો નંબર 22992 આપવામાં આવશે.

(9:44 PM IST)