News of Thursday, 28th November 2024
નર્મદા એલસીબી દ્વારા સફાયો : તિલકવાડા તાલુકામાં ત્રણ દેશી દારૂની ભઠ્ઠીનો નાશ કર્યો
ગામેગામ ચાલતા દેશી દારૂના ભઠ્ઠા પર તવાઈ બોલાવી પોલીસે દેશી દારૂ સહિત હજારો લીટર વોશનો નાસ કર્યો.

(ભરત શાહ) રાજપીપળા:નર્મદા જિલ્લામાં દારૂના દૂષણને ડામવા અને અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા પોલીસ અધીક્ષક પ્રશાંત સુમ્બેની સૂચના મુજબ નર્મદા એલસીબી પી.આઈ આર.જે.ચૌધરી અને પી.એસ.આઈ જે.આર.ડામોરનાં નેતૃત્વમાં એલસીબી ટીમે તિલકવાડાના જેતપુર ખાતે ખાડી બાજુ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાની બાતમીથી વહેલી સવારે LCB ની ટીમે રેડ કરતા દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા બૂટલેગરોમાં દોડધામ મચી અને ચાલુ ભઠ્ઠી મૂકીને ભાગી છૂટયા હતા. આમ એલસીબી નર્મદાની ટીમ દ્વારા એક બાદ એક એમ ત્રણ ભઠ્ઠીઓ ઝડપી તેને તોડી નેસ્ત નાબુદ કરી સાધન સામગ્રી જપ્ત કરી દેશી દારૂ અને તેનો વોશનો નાસ કર્યો હતો.
એલસીબીનાં હે.કો મુનીરભાઈ બળવંતસિંહ એ જેતપુર ગામના વિનું મથુર તડવી, વિજય વાદેસિંગ તડવી અને જયદીપ વાડીલાલ આ ત્રણ સામે પ્રોહિબિશનો ગુનો નોધી તપાસ હાથ ધરી ભઠ્ઠી તોડતા 5 લીટર દેશી દારુ અને 500 લીટર વોશ ઝડપી નાળામાં ફેંકી કોઈને અસર નાં પહોંચે એ રીતે નાસ કર્યો હતો.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
