News of Thursday, 28th November 2024
નર્મદા કેનાલની સફાઈ નહિ થતા ગરુડેશ્વર તાલુકાના ખેડૂતોના ખેતરમાં પાણી નહિ પહોંચતા પાક સુકાયો
કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા તંત્રને અનેક રજૂઆતો છતાં ઉકેલ નહિ આવતા ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ હાથ ધરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ખેડૂતોના ખેતર સુધી નર્મદા કેનાલના પાણી નહિ પહોંચતા આ મુદ્દે નહેર વિભાગને અનેક રજુઆત કરવા છતાં કોઈ પરિણામ નહિ આવતા ખેડૂતોએ પોતાની ખેતી બચાવવા જાતે કેનાલની સાફ સફાઈ કરી હતી
પ્રાપ્ત માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકામાં નર્મદા મેઈન કેનાલની સૂકા માઇનોર શાખાનું પાણી ઝરીયા, ઉંડવા , ગાડકોઈ , આમદલા જેવા ગામો ને મળે છે પરંતુ ઘણા લાંબા સમય થી સૂકા માઇનોર કેનાલ માં ડિસીલ્ટીંગની કામગીરી થઇ નહિ હોવાથી કેનાલમાં ઝાડીઝાંખરા , ઘાસ ઉગી નીકળતા પાણી અવરોધતા ખેડૂતોના ખેતર સુધી પાણી નહિ પહોંચતા ખેતી નો પાક સુકાતો હોય ખેડૂતોએ તંત્રને અનેકવાર રજૂઆતો કરી પરંતુ કોઈ પરિણામ નહિ આવતા આખરે ખેડૂતોએ જાતે શ્રમયજ્ઞ કરી કેનાલ ની સાફસફાઈ કરી નહેર તંત્રને લપડાક મારી દાખલો બેસાડ્યો હોવાનું જાણવા મળે છે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
