News of Thursday, 28th November 2024
નર્મદા જિલ્લામાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનની ઉજવણી કરવામાં આવી
નર્મદા જીલ્લાની ૧૩૪ શાળાના ૨૪૫૦૦ વિદ્યાર્થીઓ દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન ની પ્રતિજ્ઞા લેવામાં આવી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:ગ્રામ વિકાસ ટ્રસ્ટ, જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, નર્મદાના સંયુક્ત ઉપક્રમે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો.નર્મદા જિલ્લાની શ્રીમતી સુરજબા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા તા.૨૭/૧૧/૨૦૨૪ના રોજ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન લોન્ચિંગ કાર્યક્રમ લાઈવ નિહાળ્યો.
આ કાર્યક્રમાં ડીવાયએસપી (HQ), જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, મહિલા અને બાળ કલ્યાણ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, ચેરમેન ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, પ્રોજેક્ટ મેનેજર ગ્રામ વિકસ ટ્રસ્ટ શાળાના આચાર્ય તથા શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા. બાળ અધિકારો, બાળ વિવાહથી થતી માઠી અસરો, દરેક બાળક શિક્ષણ પ્રાપ્ત કરી પોતાનો વિકાસ કરી શકે જે વિશે ૮૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપી પ્રતિજ્ઞા લેવામાં આવી.
નર્મદા જીલ્લાની ૧૩૪ શાળા ના ૨૪૫૦૦ વિદ્યાર્થીઓ દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન ની પ્રતિજ્ઞા લેવામાં આવી.
તા. ૨૮/૧૧/૨૪ ના રોજ નર્મદા જિલ્લાના નાંદોદ અને તિલકવાડા નામ 50 ગામોમાં આગેવાનો અને ગ્રામજનો દ્વારા કેન્ડલ રેલી યોજી બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન ની પ્રતિજ્ઞા લઈ ભારત ને બાળ વિવાહ મુક્ત બનવાનો સંદેશો પહોંચાડવામાં આવ્યો.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
