<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

મોહપાડાથી મોટા કાકડીઆંબા ગામ જતો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી લોકોને મુશ્કેલી

આસપાસના દસથી બાર ગામનોને જોડતા આ રસ્તાની તાત્કાલિક મરામત જરૂરી હોય લોક માંગ ઉઠી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાના મોહપાડા થી મોટા કકડીઆંબા ગામ તરફનો રસ્તો બિસ્માર બનતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
આ ગામનો રસ્તો ઘણા સમયથી ખખડધજ હાલતમાં હોવાથી અગાઉ ઘણી રજૂઆત મળતા તંત્ર દ્વારા આ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. હાલમાં આ રસ્તા પર મોટા મેટલ નાખવામાં આવ્યા છે. જેને કારણે વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ ઉઠી છે. 
      મોટા મેટલ નાખ્યા પછી તંત્ર  દ્વારા તેના પર રોલર ફેરવીને પીચિંગ ન કરાતા આવતા જતા વાહન ચાલકો તકલીફ વેઠી રહ્યા છે ભોગવી રહ્યા છે. મોટા કાકડીઆંબા તરફ નો રોડ નહી બનતા આગળ આવતા દસથી બાર જેવા ગામોના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જેમાં મોટા કાકડી આંબા, દોધનવાડી, સોરતા, નાલ, ખૂપી, જેવા અન્ય ગામો આવેલા છે. 

 વધુમા આ રસ્તો સુરત જિલ્લા અને ઉમરપાડા તાલુકાના ગામોને જોડતો રસ્તો નહી બનાવતા ખેડૂત, વિદ્યાર્થી, નોકરિયાત વર્ગ ને ખૂબ હાલાકી વેઠવી પડે છે. અને આ માર્ગ ઉપર અવાર નવાર નાના મોટા અકસ્માત પણ થાય છે.
  આ બાબતે સ્થાનિક રહીશ ધરમસિંહભાઈ વસાવા એ જણાવ્યું કે અહિયાં તંત્ર દ્વારા ત્રણ, ચાર મહિના પહેલા રસ્તા પર મેટલ નંખાયા છે, ત્યારબાદ કોઈ આવ્યું નથી અહિયાં ગ્રામજનો ને ખુબ તકલીફ પડી રહી છે. ઘણા લોકો અકસ્માત નો ભોગ બને છે માટે અમારી માંગણી છે કે વહેલી તકે આ રસ્તો બનાવે.

(11:36 PM IST)